Not Set/ નવસારીમાં બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ,10 લોકોની ધરપકડ

નવસારી, ભારતમાં રહીને વાઈટ કોલર જોબ બતાવીને વિદેશી ભોળી જનતાને કાલી લૂંટ ચલાવાતું કોલ સેન્ટર નવસારીના પોષ વિસ્તાર માંથી ફરી એકવાર ઝડપાયું છે, શહેરના સેંન્ટ્રલ મોલમાં ચાલતા કોલ સેન્ટ્લ પર એલસીબીએ છાપો મારીને ૧૦ લોકોને ઝડપી પડયા છે. ગતવર્ષે નવસારીના છાપરા ગામની એક હાઈફાઈ સોસાયટીમાં ચાલતું આવુજ કોલસેન્ટર અને મુખ્યસુત્રધાર પ્રણોય બોર્ડે નામના ઇસમના સાગરીત […]

Top Stories Gujarat Others Videos
mantavya 83 નવસારીમાં બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ,10 લોકોની ધરપકડ

નવસારી,

ભારતમાં રહીને વાઈટ કોલર જોબ બતાવીને વિદેશી ભોળી જનતાને કાલી લૂંટ ચલાવાતું કોલ સેન્ટર નવસારીના પોષ વિસ્તાર માંથી ફરી એકવાર ઝડપાયું છે, શહેરના સેંન્ટ્રલ મોલમાં ચાલતા કોલ સેન્ટ્લ પર એલસીબીએ છાપો મારીને ૧૦ લોકોને ઝડપી પડયા છે.

ગતવર્ષે નવસારીના છાપરા ગામની એક હાઈફાઈ સોસાયટીમાં ચાલતું આવુજ કોલસેન્ટર અને મુખ્યસુત્રધાર પ્રણોય બોર્ડે નામના ઇસમના સાગરીત સાથે એલસીબીએ છાપો મારીને ઝડપ્યું હતું. જે ઘટનામાં આરોપીઓ ૬ મહિનાનો જેલવાસ કર્યો હતો.

આ ઘટના અને સજા હજી ભુલાય નથીને પ્રણોય બોર્ડે ફરી ગેરકાયદે કોલ સેન્ટરમાં ઝડપાયો છે. નવસારીના પોષ વિસ્તારના સેન્ટ્રલ મોલમાં પોટૅક ઈન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ચલાવતા રેકેટનો ફરી એલસીબીએ પર્દાફાશ કર્યો છે. જેમાં મુખ્યસુત્રધાર સહીત ૧૦ લોકોને ઝડપયા છે.

વિદેશમાં રહેતા ભોળા નાગરિકોને લોનની બાકી રકમ તેમજ મોર્ગેજને લઈને કોલ સેન્ટર પરથી નાણાં ભરપાઈ કરવાની ધમકીઓ આપીને નાણાં ખંખેરતા આ દેખાત ઈસમો ઝડપી પડ્યા છે. રીઢા બનેલો મુખ્યસુત્રધાર ઇન્ટરનેશનલ ટોળકીઓ બનાવીને વેલ પ્લાન ગોરખ ધંધો ઝડપીને પોલીસે સાયબર લૂંટારૂઓને ઝડપાયા છે. કરોડોનો વેપલો અગાઉ બહાર આવ્યો હતો જે ફરી ધમધમતા પોલીસે રંગેહાથ ઝડપ્યા છે.