Not Set/ ત્રાસવાદી ગ્રુપ તહેરીક-ઉલ-મુજાહીદ્દીન પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો

દિલ્હી, કાશ્મીરના ત્રાસવાદી સંગઠન તહેરીક-ઉલ-મુજાહીદ્દીન પર કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ પ્રતિબંધ મુકી દીધો છે.હોમ મિનિસ્ટ્રીએ અનલોફુલ એક્ટીવીટી(પ્રીવેન્શન)એક્ટનો ઉપયોગ કરીને તહરીક ઉલ મુજાહીદ્દીન પર પ્રતિબંધ મુકી દીધો છે. આ એક્ટ હેઠળ અત્યાર સુધી 41 ત્રાસવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકાયો છે. હોમ મિનિસ્ટ્રીએ નોટિફિકેશન ઇસ્યુ કરીને જણાવ્યું છે કે કે કેન્દ્ર સરકાર માને છે કે તહેરીક ઉલ […]

Top Stories Trending
terror ત્રાસવાદી ગ્રુપ તહેરીક-ઉલ-મુજાહીદ્દીન પર ભારત સરકારે પ્રતિબંધ મુક્યો

દિલ્હી,

કાશ્મીરના ત્રાસવાદી સંગઠન તહેરીક-ઉલ-મુજાહીદ્દીન પર કેન્દ્ર સરકારના ગૃહ ખાતાએ પ્રતિબંધ મુકી દીધો છે.હોમ મિનિસ્ટ્રીએ અનલોફુલ એક્ટીવીટી(પ્રીવેન્શન)એક્ટનો ઉપયોગ કરીને તહરીક ઉલ મુજાહીદ્દીન પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ એક્ટ હેઠળ અત્યાર સુધી 41 ત્રાસવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકાયો છે.

હોમ મિનિસ્ટ્રીએ નોટિફિકેશન ઇસ્યુ કરીને જણાવ્યું છે કે કે કેન્દ્ર સરકાર માને છે કે તહેરીક ઉલ મુજાહીદ્દીન ભારતમાં ત્રાસવાદ સાથે સંકળાયું છે.આ ગ્રુપના સભ્યોને ભારતમાં ત્રાસવાદ ફેલાવવા માટે વિદેશથી નાણાં આવે છે અને તેના સભ્યોને સ્થાનિક લેવલ પર પણ સપોર્ટ મળે છે.આ ગ્રુપનો મકદસ ભારતમાં ત્રાસવાદ ફેલાવવાનો છે.

કાશ્મીરમાં સક્રિય એવું આ ત્રાસવાદી ગ્રુપ 1990થી અસ્તિત્વમાં છે અને તેનો એક માત્ર મકસદ ભારતમાં ત્રાસવાદ ફેલાવવાનો છે.આ ગ્રુપ કાશ્મીરની મુક્તિ માટે પણ સતત ત્રાસવાદ ફેલાવવાના પ્રયત્નમાં છે.

તહેરીકે મુજાહીદ્દીને દેશમાં અનેકવાર ટેરર હુમલાઓ કરાવ્યા હતા,ત્યાં સુધી કે કાશ્મીરમાં આર્મી પર ગ્રેનેડ એટેક પણ કરાવ્યા હતા.આ ગ્રુપ લશ્કરે તોયબા કે હિઝબુલ મુઝાહીદ્દીન જેવા બીજા ત્રાસવાદી ગ્રુપને પણ મદદ કરતું હતું.