ભાવ ઘટાડો/ સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ

સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, દિલ્હીમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 169 રૂપિયા ઘટાડો થયો છે. આને કારણે શહેરમાં સોનાનો

Trending Business
gold and silver સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ

સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર, દિલ્હીમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 169 રૂપિયા ઘટાડો થયો છે. આને કારણે શહેરમાં સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 46,796 રૂપિયા થઈ ગયો હતો. અગાઉના સત્રમાં સોનાનો દર 10 ગ્રામના રૂ. 46,965 હતો.

હાજર બજારમાં ચાંદીના ભાવ

1,745 Silver bullion Stock Photos | Free & Royalty-free Silver bullion Images | Depositphotos

એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર સ્પોટ માર્કેટમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 300 નો ઘટાડો થયો છે. આને કારણે શહેરમાં ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ. 67,611 પર આવી ગયો છે. અગાઉના સત્રમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલો 67,911 રૂપિયા હતો.

વૈશ્વિક સ્તરે સોના અને ચાંદીના ભાવ

આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું ઔસ ઘટીને 1,804 ડ4લરના સ્તરે હતું. એ જ રીતે ચાંદી ઔસના 26.01 ડોલરના સ્તરે રહી હતી.એચડીએફસી સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ એ જણાવ્યું હતું કે, “મજબૂત ડોલર ઇન્ડેક્સ અને મિશ્ર વૈશ્વિક સંકેતોને પગલે સોનાના ભાવમાં ઘટાડો થયો.”

વાયદા બજારમાં સોનાનો ભાવ

gold સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં, ઓગસ્ટ, 2021 માં ડિલિવરી માટે સોનાનો ભાવ રૂ. 234 અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 10 ગ્રામ દીઠ રૂ. 47,689 પર ટ્રેડ કરી રહ્યો છે. અગાઉના સત્રમાં, ઓગસ્ટ કોન્ટ્રાક્ટ સોનાનો દર 10 ગ્રામ દીઠ 47,923 રૂપિયા હતો. ઓક્ટોબર, 2021 માં, ડિલિવરી માટે સોનાનો ભાવ 200 રૂપિયા અથવા 0.42 ટકા ઘટીને, પ્રતિ 10 ગ્રામ 47,958 રૂપિયા હતો. અગાઉના સત્રમાં, ઓક્ટોબર, 2021 માં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 48,158 રૂપિયા હતો.

ચાંદીના વાયદા ભાવ

એમસીએક્સ પર, નવેમ્બર 2021 માં ડિલિવરી માટે ચાંદીનો ભાવ રૂ .506 અથવા 0.73 ટકાના ઘટાડા સાથે રૂ. 68,931 પર ટ્રેડ કરી રહ્યો હતો. એ જ રીતે, નવેમ્બર 2021 માં ચાંદીના ભાવ રૂ. 4 364 અથવા 0.51 ટકાના ઘટાડા સાથે રૂ. 70,371 પર ટ્રેડ કરી રહ્યા હતા.

sago str 5 સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ