Not Set/ પાકિસ્તાનમાં એવું તો શું થયું કે, ગરીબો રાતોરાત બની ગયા અબજોપતિ, વાંચો.

ઈસ્લામાબાદ, પાડોશી દેશ પાકિસ્તાનમાં જોવામાં આવે તો ત્યાંના અખબારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મની લોન્ડ્રરિંગ સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવી રહી છે. ભ્રષ્ટાચારથી જમા કરવામાં આવેલી સંપત્તિ પર નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનની નજરના કારણે લોકો પોતાનું કાળું નાણું દેશના ગરીબ લોકોના ખાતામાં જમા કરાવી રહ્યા છે. ગરીબોના ખાતામાં અચનાક જ અબજો રૂપિયા આવ્યા બાદ હવે અધિકારીઓ […]

World Trending
images 4 પાકિસ્તાનમાં એવું તો શું થયું કે, ગરીબો રાતોરાત બની ગયા અબજોપતિ, વાંચો.

ઈસ્લામાબાદ,

પાડોશી દેશ પાકિસ્તાનમાં જોવામાં આવે તો ત્યાંના અખબારોમાં છેલ્લા કેટલાક દિવસોથી મની લોન્ડ્રરિંગ સાથે જોડાયેલી ઘટનાઓ સામે આવી રહી છે. ભ્રષ્ટાચારથી જમા કરવામાં આવેલી સંપત્તિ પર નવા પ્રધાનમંત્રી ઇમરાન ખાનની નજરના કારણે લોકો પોતાનું કાળું નાણું દેશના ગરીબ લોકોના ખાતામાં જમા કરાવી રહ્યા છે.

ગરીબોના ખાતામાં અચનાક જ અબજો રૂપિયા આવ્યા બાદ હવે અધિકારીઓ તેઓની પાછળ આવી ગયા છે. આ કારણે ગરીબ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાણો, આ પ્રકારના કેટલાક ખાસ કિસ્સાઓ :

3 billion પાકિસ્તાનમાં એવું તો શું થયું કે, ગરીબો રાતોરાત બની ગયા અબજોપતિ, વાંચો.
world-interesting-money-laundering-stories-pakistan-poors-victims

કરાચીના ઝુગ્ગી બસ્તી કોરંગી વિસ્તારના રહેવાસી મોહમ્મદ રાશિદ ૩ વર્ષથી ઓટો ચલાવે છે. તેઓને પોતાની દીકરી માટે ૩૦૦ રૂપિયાની સાઈકલ ખરીદવા માટે વર્ષભર પૈસા જમા કરાવવા પડ્યા છે, પરંતુ એક દિવસ તેઓને ખબર પડી હતી કે, પોતાના બેંક એકાઉન્ટમાં ૩ અબજ પાકિસ્તાની રૂપિયા જમા થયા છે.

આ માહિતી મળતા જ ડરના માર્યા તેઓનો પસીનો છૂટી ગયો હતો. ત્યારબાદ જયારે પાકિસ્તાનની સરકાર દ્વારા નોટિસ મળી ત્યારે તે જોઇને હેરાન થઇ ગયા હતા.

જો કે મોહમ્મદ રાશિદને તપાસ એજન્સીઓ તરફથી ક્લિનચીટ તો મળી ગઈ, પરંતુ ટેન્શનના માર્યા તેઓની પત્ની બીમાર થઇ ગઈ હતી.

criminals પાકિસ્તાનમાં એવું તો શું થયું કે, ગરીબો રાતોરાત બની ગયા અબજોપતિ, વાંચો.
world-interesting-money-laundering-stories-pakistan-poors-victims

આ જ પ્રકારનો મામલો મોહમ્મદ કાદિર સાથે પાના થઇ ચુક્યો છે. તેઓ ઠંડા શરબતની દુકાન ચલાવે છે. પરંતુ જયારે ખબર આવી કે તેઓના એકાઉન્ટમાં અચાનક જ અરબો રૂપિયા આવી ગયા છે. ત્યારથી જ લોકો તેઓને ચીડવવા લાગ્યા હતા.

હકીકતમાં આ પ્રકારના મામલાઓ ત્યારથી જ સામે આવી રહ્યા છે જ્યારથી ઇમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા છે. ચૂંટણી પહેલા તેઓએ દેશમાં ભ્રષ્ટાચારને મિટાવવા માટે વાયદાઓ કર્યા હતા.