Not Set/ VIDEO : લોકલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામે આવેલો આ વીડિયો જોઈ થઇ જશો ચકિત

મુંબઈ, દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઇમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે લોકલ ટ્રેન એ લોકોની પહેલી પસંદ માનવામાં આવી છે. જોવામાં આવે તો લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી માયાનગરીના વાસીઓ માટે સહેલું બની ગયું છે પણ ક્યારેક “સાવચેતી હટી દુર્ઘટના ઘટી” જેવા દ્રશ્યો સર્જાય છે. આ જ પ્રકારે મંગળવારે એક યુવતી મુંબઇની લોક્લ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, પરંતુ […]

India Trending Videos
MUMBAI LOCAL TRAIN VIDEO : લોકલ ટ્રેનમાં મુસાફરી દરમિયાન સામે આવેલો આ વીડિયો જોઈ થઇ જશો ચકિત

મુંબઈ,

દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઇમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે લોકલ ટ્રેન એ લોકોની પહેલી પસંદ માનવામાં આવી છે. જોવામાં આવે તો લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી માયાનગરીના વાસીઓ માટે સહેલું બની ગયું છે પણ ક્યારેક “સાવચેતી હટી દુર્ઘટના ઘટી” જેવા દ્રશ્યો સર્જાય છે.

આ જ પ્રકારે મંગળવારે એક યુવતી મુંબઇની લોક્લ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, પરંતુ અચાનક જ ટ્રેનના દરવાજા પરથી યુવતીનો હાથ લપસી ગયો હતો.

https://twitter.com/Mateen_Hafeez/status/1047074026445778948

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, દરવાજામા ઉભેલી યુવતીનો હાથ જયારે લપસે છે અને તે નીચે પડવાની હોય છે, ત્યારે સામે બાજુથી એક ટ્રેન ફુલ સ્પિડ ધસી આવી રહી હતી. જો કે આ કપરી પરિસ્થિતિમાં બાજુમાં ઉભેલા વ્યક્તિની સાવચેતી યુવતીને પાછળથી પકડી લીધી હતી અને યુવતીને બચાવી લઇને ટ્રેનમાં લઇ આવ્યા હતા.