Covid-19/ દેશમાં કોરોના અને મોંઘવારી લોકો સાથે રમી રહ્યા છે સંતાકૂકડી, જાણો છેલ્લા 24 કલાકનો આંક…

ભારતમાં કોરોના વાયરસનો કહેર આજે પણ યથાવત છે. વધતા જતા કેસોને કારણે સ્થિતિ ગત વર્ષ જેવી બની રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે.

Top Stories India
ગરમી 68 દેશમાં કોરોના અને મોંઘવારી લોકો સાથે રમી રહ્યા છે સંતાકૂકડી, જાણો છેલ્લા 24 કલાકનો આંક...

ભારતમાં કોરોના વાયરસનો કહેર આજે પણ યથાવત છે. વધતા જતા કેસોને કારણે સ્થિતિ ગત વર્ષ જેવી બની રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. રવિવારે દેશભરમાં 25,320 નવા કેસ નોંધાયા છે. કોરોનાનાં કેસ દરરોજ વધી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સંક્રમણને કારણે 161 લોકોનાં મોત થયાં છે.

પોઝીટીવ કૌભાંડ: રાજકોટમાં કોરોનાનો રિપોર્ટ નેગેટીવ પણ કૌભાંડ પોઝીટીવ

કોરોનાનાં સક્રિય કેસની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે. શનિવારે, દેશભરમાં કોરોનાનાં 2,10,544 સક્રિય કેસ નોંધાયા છે. એક તરફ, 16,637 લોકો કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા, જ્યારે 25 હજારથી વધુ નવા લોકો તેનો ભોગ બન્યા છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 25,320 નવા કોવિડ-19 કેસ નોંધાયા પછી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 1,13,59,048 થઈ ગઈ છે. વળી, એક જ દિવસમાં એટલે કે છેલ્લા 24 કલાકમાં વધુ 161 લોકોને કોરોનાનું સંક્રમણ થવાનાં કારણે મોત નીપજ્યું હતું. આ સાથે, અત્યાર સુધી 1,58,607 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે.

Covid-19 / વિશ્વમાં કોરોનાનાં કુલ કેસનો આંક આટલા કરોડને પાર, US બાદ હવે બ્રાઝિલમાં વધ્યા કેસ

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં ફરી એકવાર કોરોનાવાયરસનાં નવા કેસો જોવા મળી રહ્યા છે. જેના કારણે દેશમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં વધારો થતા લોકડાઉન જેવા કડક પગલા લેવાનો સંકેત આપ્યો છે. ઠાકરેએ કોરોનાની ગાઇડલાઇનને કડક રીતે પાલન કરવાનું કહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકડાઉન જેવા કઠોર પગલા અમલમાં મૂકવા દબાણ ન કરો. વળી આપને જણાવી દઇએ કે, આ વાયરસ માત્ર ભારતમાં જ નહી પણ દુનિયાભરનાં દેશોમાં પોતાનો કહેર વરસાવી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યુ કે, આ વાયરસને કેટલા સમયમાં દુનિયા હરાવી શકે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ