ભારતીય ક્રિકેટ ટીમના મહાન કેપ્ટનોમાંના એક મહેન્દ્ર સિંહ ધોનીના માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચાહકો છે. ધોનીએ ક્રિકેટમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર તે એકમાત્ર કેપ્ટન છે. એવું નથી કે, મહેન્દ્ર સિંહ ધોનીને માત્ર ક્રિકેટ જ પસંદ છે. તેમનો પહેલો પ્રેમ ફૂટબોલ છે.આ સાથે તેઓ ટેનિસ અને ગોલ્ફ રમવાની તક પણ છોડતા નથી. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તાજેતરમાં અમેરિકાના ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં કાર્લોસ અલ્કારાજની મેચ જોવા પહોંચ્યા હતા. ત્યારે હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની એક તસવીર અને વીડિયો વાયરલ થઈ રહી છે.
ઉલ્લેખનિય છે કે, મહેન્દ્ર સિંહ ધોની હાલ અમેરિકામાં છે. અહીં યુએસ ઓપનની મેચ જોવા ઉપરાંત તેમણે ગોલ્ફની મજા પણ માણી હતી. આ દરમિયાન અમિરાકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ધોની સાથે જોવા મળ્યા હતા. બંનેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ભારતના પૂર્વ કેપ્ટનને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નેશનલ ગોલ્ફ ક્લબ બેડમિન્સ્ટરમાં ગોલ્ફ રમવા માટે આમંત્રણ આપ્યું હતું.
મહેન્દ્ર સિંહ ધોનીના નજીકના મિત્રએ આ તસવીર શેર કરી
મહેન્દ્ર સિંહ ધોનીના નજીકના મિત્ર અને બિઝનેસમેન હિતેશ સંઘવીએ ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં લખ્યું: “ધોની, ડોનાલ્ડ ટ્રમ્પ અને રાજીવ નાયક સાથે ગોલ્ફ. અમારી મેજબાની કરવા બદલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિનો આભાર.”
મહેન્દ્ર સિંહ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમ્યા
તેમની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં હિતેશ સંઘવીએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં મહેન્દ્ર સિંહ ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને સાથે ગોલ્ફ રમતા જોવા મળી રહ્યા છે. દુબઈ સ્થિત બિઝનેસમેન હિતેશ સંઘવી એમએસ ધોનીની સાથે હતા અને તેમણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પૂર્વ ભારતીય કેપ્ટન સાથે ઘણી તસવીરો શેર કરી છે.
https://www.instagram.com/reel/Cw6vG1nSbH_/?utm_source=ig_embed&ig_rid=e6d99192-939b-409c-8d97-f99054446370
આ પણ વાંચો: G20 Summit/ દિલ્હી બન્યું હોટ કેન્દ્ર, તમામની નજર ટકી છે ભારત મંડપમ પર
આ પણ વાંચો: G20 Summit/ G-20માં મહેમાનોનું સ્વાગત કરશે AI હેલો બોક્સ, જાણો શું છે ખાસ
આ પણ વાંચો: Weather Update/ આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે વરસાદ