Not Set/ 50 શિક્ષકો કોરોના સંક્રમિત, શિક્ષણ જગતમાં ફફડાટ 

દાહોદ જીલ્લામાં 50  જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં શિક્ષકોને કોરોના આવતા ખળભળાટ મચી ગયો છે. માત્ર બે શાળામાં બાળકોને નથી બોલાવાયા,

Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં કોરોનાનું વિષચક્ર સતત મજબુત થઇ રહ્યું છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં દૈનિક નોધાતો કોરોના કેસનો આંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમીતોની સંખ્યા ૩ લાખની નજીક પહોચવા આવી છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાએ મઝા મૂકી છે ત્યારે  શિક્ષકો અને વિધાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.

મહારાષ્ટ્ર / ‘સામના’માં સંજય રાઉતના લેખ ઉપર બગડ્યા અજિત પવાર, કહ્યું- સમસ્યા વધારવાનું કામ ન કરો

રાજ્યમાં જુદી જુદી જગ્યાએ મોટી સંખ્યામાં વિધાર્થીઓ અને શિક્ષકો સંક્રમિત થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે દાહોદ જીલ્લામાં શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દાહોદ જીલ્લામાં 50  જેટલા શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં શિક્ષકોને કોરોના આવતા ખળભળાટ મચી ગયો છે. માત્ર બે શાળામાં બાળકોને નથી બોલાવાયા, બાકીની શાળાઓમાં શિક્ષણ બંધ માટે કોઈ સૂચના આપવામાં આવી નથી. કોરોના સંક્રમણ વધતા શિક્ષણ જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગૃહમંત્રી અમિત શાહનો વિશ્વાસ / બંગાળમાં પહેલા તબક્કામાં 26 સીટ અને અસમમાં 37 સીટ જીતીશું :

ઉલ્લેખનીય છે કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજ્યમાં શનિવાર સાંજ સુધીમાં 2276 નવા કેસ સામે આવ્યા હતા. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,98,596 ઉપર પહોચ્યો છે. 5 દર્દીના મોત  થયા છે. રાજ્યમાં કુલ 10,871 એક્ટિવ કેસ છે.