કૃષિ આંદોલન/ કૂતરીના મોત પાછળ શોક સંદેશનો મારો ચલાવનારા નેતાઓ, 250 ખેડૂતના મોત પર કેમ મૌન છે : સત્યપાલ માલિક

કૂતરીના મોત પાછળ શોક સંદેશનો મારો ચલાવનારા નેતાઓ, 250 ખેડૂતના મોત પર કેમ મૌન છે : સત્યપાલ માલિક

Top Stories India
1000 old currency 9 કૂતરીના મોત પાછળ શોક સંદેશનો મારો ચલાવનારા નેતાઓ, 250 ખેડૂતના મોત પર કેમ મૌન છે : સત્યપાલ માલિક

 મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ માલિકે ખેડૂત આંદોલન અને તેમાં મૃત્યુ પામેલા ખેડૂતો અંગે સરકારને ઘેરી છે. અને એક વિવાદાસ્પદ નિવેદન તેમને આપ્યું છે. જે દેશમાં રાજનેતાઓ એક સામાન્ય કૂતરીના મૃત્યુ પછી ટ્વીટર પર શોક સંદેશ મુકે ત્યાં 250 જેટલા ખેડૂતોના મોત પર મૌન કેમ છે.

દેશમાં છેલ્લા કેટલાય મહિનાઓથી નવા કૃહી કાયદાને લઈને ખેડુતો અને સરકાર વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ત્યારે મેઘાલયના રાજ્યપાલ સતપાલ મલિકે કૃષિ કાયદા અંગે ફરી એકવાર મોટું નિવેદન આપ્યું છે. ઝુંઝુનુમાં એક ખાનગી ફંક્શનમાં પહોંચેલા મલિકે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે આટલા લાંબા સમયથી ચાલતું આંદોલન એ કોઈના પણ હિતમાં નથી.

તેમણે કહ્યું કે જો કૂતરી મરી જાય તો પણ અમારા નેતાઓનો શોકનો સંદેશો હોય છે, પરંતુ 250 ખેડૂત મરી ગયા, કોઈએ કહ્યું પણ નહીં. આ વાત મારા આત્માને દુ:ખ પહોંચાડે છે. તેમણે કહ્યું કે આ કોઈ એવી બાબત નથી કે જેને ઉકેલી શકાય નહીં. આ મામલે કાર્યવાહી કરી શકાય છે

ફક્ત એમએસપીનો મુખ્ય મુદ્દો

મીડિયા સાથે વાત કરતાં મલિકે કહ્યું કે એમએસપીનો મુદ્દો છે. જો આપણે એમએસપીને કાયદેસર બનાવીએ, તો આ મુદ્દો સરળતાથી હલ થઈ જશે. તેમણે કહ્યું કે આ મુદ્દો સમગ્ર દેશમાં ખેડૂતોમાં સમસ્યા બની ગયો છે. આ કિસ્સામાં, તેનો ટૂંક સમયમાં નિરાકરણ લાવવું જોઈએ. એક સવાલ પર મલિકે કહ્યું કે હું બંધારણીય પદ પર છું. વચેટિયા તરીકે કામ કરી શકતો નથી. તેમણે કહ્યું કે હું ફક્ત ખેડૂત નેતાઓ અને સરકારના પ્રતિનિધિઓને, સલાહ આપી શકું છું, અને બસ આજ મારી ભૂમિકા છે.

વાઇસરોયનો મુદ્દો યાદ અપાવ્યો

ખેડૂત આંદોલન વિશે વાત કરતાં મલિકે કહ્યું હતું કે, ખેડૂતોને વ્યાજબી ભાવો ન મળવાનો મુદ્દો આજ નો નથી સદા કાળથી ચાલ્યો આવે છે. તેમણેબ્રિટીશ શાસન દરમિયાનનો છોટુરામ અને વાઇસરોયનો કિશો યાદ કરાવતા કહ્યું હતું કે, કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વાઇસરોય મંત્રી છોટુરામને મળ્યા અને તેમની પાસેથી અનાજની માંગ કરી, તો છોટુરામે કહ્યું કે હું નક્કી કરીશ કે મારે તમને કેટલી કિમત માં અનાજ આપવું જોઈએ. પછી વાઇસરોયે છોટુરામને કહ્યું કે હું સૈન્ય મોકલીશ અને અનાજ લઈશ, પછી છોટુરામે જવાબ આપ્યો કે હું ખેડુતોને ઉભા પાકને આગ લગાવીશ, પણ તમને ઓછા ભાવે અનાજ  નહીં જ આપું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ