Not Set/ મોબ લિંચિંગ/ એકવાર ફરી ભીડ બની હિંસક, એક શખ્સની ઢોર માર મારી કરી હત્યા

દેશમાં ભીડ તંત્રનો કહેર ઓછુ થવાનો નામ નથી લઇ રહ્યુ. અવાર-નવાર આ મુદ્દે વાતો કરવામાં આવે છે પરંતુ તેને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવુ હવે જાણે મુશ્કિલ બન્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં બનેલા મોબ લિંચિંગનાં કિસ્સા પરથી આ વાતને સમજી શકાય છે. પશ્ચિમ બંગાળનાં દક્ષિણ 24 પરગના જિલ્લાનાં ભાંગોર વિસ્તારમાં એક શખ્સ […]

Top Stories India
image 1 મોબ લિંચિંગ/ એકવાર ફરી ભીડ બની હિંસક, એક શખ્સની ઢોર માર મારી કરી હત્યા

દેશમાં ભીડ તંત્રનો કહેર ઓછુ થવાનો નામ નથી લઇ રહ્યુ. અવાર-નવાર આ મુદ્દે વાતો કરવામાં આવે છે પરંતુ તેને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરવુ હવે જાણે મુશ્કિલ બન્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં બનેલા મોબ લિંચિંગનાં કિસ્સા પરથી આ વાતને સમજી શકાય છે.

પશ્ચિમ બંગાળનાં દક્ષિણ 24 પરગના જિલ્લાનાં ભાંગોર વિસ્તારમાં એક શખ્સ પર હુમલો કરી ભાગી રહેલા શખ્સની ટોળાએ ઢોક માર મારી હત્યા કરી દીધી છે. પોલીસે બુધવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે બકીઉલ્લાહ મુલ્લાએ મંગળવારે રાત્રે ભાંગોરનાં સતુલિયા બજાર વિસ્તારમાં મુનીરુલ ઇસ્લામ બિસ્વાસ ઉપર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં મુનીરુલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રખ્યાત મુનીરુલ લોહીયાળ હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો. ઘટનાનાં પ્રત્યક્ષદર્શીનાં એક જૂથે મુલ્લાને માર મારવાનું શરૂ કર્યું હતું. પોલીસ આ પછી પહોંચી હતી અને બંનેને હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં મુલ્લાનું મોત નીપજ્યું હતું. મુનીરુલ કોલકાતાની સરકારી હોસ્પિટલમાં દાખલ છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકારનાં કિસ્સાને ધ્યાને લેતા થોડા દિવસો પહેલા કેટલાક ફિલ્મકાર અને સાહિત્યકારે પીએમ મોદીને પત્ર લખી આ વિષય પર વિશેષ ધ્યાન આપવા કહ્યુ હતુ, જો કે તે પછી તેમના પર કેસ નોંધવામાં આવ્યો હતો. વળી થોડા દિવસો પહેલા આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે પણ આ વિશે પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ હતુ કે, મોબ લિંચિંગ આપણા ત્યા નથી થતી, આ એક વિદેશી શબ્દ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.