Not Set/ ‘Amphan’ આ રાજ્યોમાં લઈ શકે છે ભીષણ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ, ભારે વરસાદની પણ ચેતાવણી

હવામાન વિભાગનો અંદાજ છે કે ‘અમ્ફાન‘ પશ્ચિમ બંગાળનાં દિઘા અને બાંગ્લાદેશનાં હટિયા આઇલેન્ડ વચ્ચે 20 મે નાં રોજ ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ દરિયાકાંઠેથી પસાર થશે. ‘અમ્ફાન‘ ચક્રવાત તોફાન  ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિનાશ લાવી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનુ […]

India
c537934e0254ebd5653aa3f135692326 1 'Amphan' આ રાજ્યોમાં લઈ શકે છે ભીષણ ચક્રવાતી તોફાનનું સ્વરૂપ, ભારે વરસાદની પણ ચેતાવણી

હવામાન વિભાગનો અંદાજ છે કે અમ્ફાનપશ્ચિમ બંગાળનાં દિઘા અને બાંગ્લાદેશનાં હટિયા આઇલેન્ડ વચ્ચે 20 મે નાં રોજ ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડા તરીકે પશ્ચિમ બંગાળ-બાંગ્લાદેશ દરિયાકાંઠેથી પસાર થશે. અમ્ફાન ચક્રવાત તોફાન  ભારતમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વિનાશ લાવી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ઉઠેલા ચક્રવાતી તોફાન અમ્ફાને અત્યંત ભીષણ ચક્રવાતી તોફાનનુ સ્વરૂપ લઈ લીધુ છે. સુપર સાઈક્લોન જેમ જેમ આગળ વધી રહ્યુ છે ઓરિસ્સા અને તટીય પશ્ચિમ બંગાળના ભાગોમાં હવાઓ ઉગ્ર થઈ રહી છે.

તાજેતરમાં ઓરિસ્સા અને બંગાળમાં રેડ એલર્ટ ચાલુ છે. વળી, તેની અસર દેશના ઘણા રાજ્યો પર પડી શકે છે એટલા માટે વિભાગે આજથી લઈને આગલા ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, સ્કાઈમેટના જણાવ્યા મુજબ આગલા 24 કલાકમાં ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, કેરળ અને તટીય કર્ણાટકમાં વરસાદ થવાની સંભાવના છે. વળી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મધ્ય મહારાષ્ટ્ર, આંતરિક ઓરિસ્સા, પૂર્વ ઝારખંડ અને પૂર્વ બિહારના અમુક ભાગોમાં હળવા વરસાદ અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાતના અમુક ભાગોમાં લૂનો પ્રકોપ દેખાઈ શકે છે. આઈએમડીનાં જણાવ્યા અનુસાર આગલા ત્રણ દિવસ સુધી આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ, મણિપુરમાં પહેલા જ ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યુ છે. અહીં તોફાનના કારણે વરસાદ થઈ શકે છે. વળી,દિલ્લી, એનસીઆર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, ત્રિપુરા, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળ, કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તરી ઓરિસ્સા, અંદમાન નિકોબાર, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, રાજસ્થાન, તટીય આંધ્રપ્રદેશ, આંતરિક તમિલાડુમાં ભારે વરસાજદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે સુપર સાયક્લોન અમ્ફાનના કારણે પશ્ચિંમ બંગાળ અને ઓરિસ્સામાં માછલી પકડવાની બધી ગતિવિધિઓને 20 મે સુધી સ્થગિત કરવાની ચેતવણી આપી છે.

પૃથ્વીના વાયુમંડળમાં હવા હોય છે, સમુદ્રના ઉપર પણ જમીનની જેમ હવા હોય છે. હવા હંમેશા ઉંચા દબાણથી નીચા દબાણવાળા ક્ષેત્ર તરફ વહે છે જ્યાં હવા ગરમ થઈ જાય છે તો હળવી થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. જ્યારે સમુદ્રનુ પાણી ગરમ થાય છે તો તેના ઉપર હાજર હવા પણ ગરમ થઈ જાય છે અને ઉપર ઉઠવા લાગે છે. આ જગ્યાએ નીચુ દબાણ બનવા લાગે છે. આસપાસ હાજર ઠંડી હવા આ નીચા દબાણ વિસ્તારને ભરવા માટે આ તરફ વધવા લાગે છે પરંતુ પૃથ્વી પોતાની ધરા પર ફરતી રહે છે. આ કારણે આ હવા સીધી દિશામાં ન આવીને ફરવા લાગે છે અને ચક્કર લગાવીને આ જગ્યા તરફ આગળ વધે છે આને ચક્રવાત કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.