Not Set/ VIDEO : PM મોદીએ પણ ઉરી ફિલ્મના આ ડાયલોગ સાથે કરી પોતાના ભાષણની શરૂઆત

મુંબઈ, ભારતીય સેનાના ખાસ ઓપરેશન “સર્જિકલ સ્ટ્રાઈક” પર બનેલી બોલીવુડ ફિલ્મ ઉરી હાલમાં હીટ સાબિત થઇ રહી છે. આ ફિલ્મના ડાયલોગ “હાઉ ઇજ ધ જોશ” ?ને લઈને પણ ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ડાયલોગના મુરિદ થયા છે અને આ સાથે જ પોતાના ભાષણની શરૂઆત કરી છે. #WATCH: […]

Top Stories India Trending Videos
pm modi 3 VIDEO : PM મોદીએ પણ ઉરી ફિલ્મના આ ડાયલોગ સાથે કરી પોતાના ભાષણની શરૂઆત

મુંબઈ,

ભારતીય સેનાના ખાસ ઓપરેશન “સર્જિકલ સ્ટ્રાઈક” પર બનેલી બોલીવુડ ફિલ્મ ઉરી હાલમાં હીટ સાબિત થઇ રહી છે. આ ફિલ્મના ડાયલોગ “હાઉ ઇજ ધ જોશ” ?ને લઈને પણ ખુબ પ્રશંસા કરવામાં આવી રહી છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ડાયલોગના મુરિદ થયા છે અને આ સાથે જ પોતાના ભાષણની શરૂઆત કરી છે.

હકીકતમાં, શનિવારે પીએમ મોદી દક્ષિણી મુંબઈ સ્થિત નિર્માણ કરવામાં આવેલા “નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા” (NMIC)ના ઉદ્ઘાટન માટે પહોચ્યા હતા અને આ દરમિયાન તેઓએ પોતાનું ભાષણ ઉરી ફિલ્મના આ ડાયલોગ સાથે કરી હતી.

NMICના ઉદ્ઘાટન સમયે તેઓએ હોલમાં ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે, “હાઉ ઇજ ધ જોશ” ?

મહત્વનું છે કે, શ્યામ બેનેગલની અધ્યક્ષતામાં સંગ્રહાલય સલાહકાર સમિતિના માર્ગદર્શનમાં “”નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા”(NMIC) તૈયાર કરવામાં આવ્યું છે. આં મ્યુઝિયમનો ખુલ ખર્ચ ૧૪૦.૬૧ કરોડ રૂપિયા બતાવવામાં આવી છે અને તે ચાર વર્ષમાં બનીને તૈયાર થયું છે.

આ ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદી ઉપરાંત સૂચના તેમજ પ્રસારણ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન)ના ચેરમેન પ્રસૂન જોશી, આશા ભોસલે, એ આર રહેમાન, જીતેન્દ્ર, રણધીર કપૂર તેમજ આમિર ખાન સહિતના બોલીવુડના કલાકારો પણ હાજર રહ્યા હતા.