Not Set/ વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, RTO વિભાગના લોકોની સાંઠગાંઠ હોવાની શંકા

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લા LCB દ્વારા વાહન ચોર કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રની ગાડીઓ ચોરી તેમને સાચા એન્જીન અને ચેચીસ નંબર આપવા RTOમાં રજીસ્ટ્રેશન કરાવતા હતા. જેના ત્રણ સાગરીતોને બનાસકાંઠા LCB પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ચોરીનું નેટવર્ક રાજસ્થાન ના સંચોર સુધી વિસ્તરાયેલું હતું. પોલીસે વાહન ચોરી સાથે […]

Top Stories Gujarat Others Videos
mantavya 269 વાહન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, RTO વિભાગના લોકોની સાંઠગાંઠ હોવાની શંકા

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લા LCB દ્વારા વાહન ચોર કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્રની ગાડીઓ ચોરી તેમને સાચા એન્જીન અને ચેચીસ નંબર આપવા RTOમાં રજીસ્ટ્રેશન કરાવતા હતા. જેના ત્રણ સાગરીતોને બનાસકાંઠા LCB પોલીસે ઝડપી પાડ્યા છે. આ સમગ્ર ચોરીનું નેટવર્ક રાજસ્થાન ના સંચોર સુધી વિસ્તરાયેલું હતું. પોલીસે વાહન ચોરી સાથે જોડાયેલા ત્રણ આરોપીઓ સાથે 20 ગાડીઓ કબ્જે કરી 1 કરોડ થી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

આ સમગ્ર ચોરી કૌભાંડ ચાર લોકો ચલાવતા હતા. જેમાં તેજાજી રાજપૂત હજુ ફરાર છે. પોલીસે વાહન ચોરી સાથે જોડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. વાહન ચોરી કર્યા બાદ તેના એન્જીન અને ચેચીસ નંબર સાચા ઘસી તેની જગ્યાએ બીજા એન્જીન અને ચેચીસ નંબર લગાવવામાં આવતા હતા.

સૌથી મહત્વની બાબત એ છે કે જે ચેચીસ અને એન્જીન નંબર લગાવવામાં આવતા હતા. નવા નંબર પણ સાચા છે. જેથી આ આરોપીઓની સાથે RTO વિભાગના લોકો જોડાયેલા હોય તેવું લાગે છે. નવા સાચા એન્જીન અને ચેચીસ નંબર સાચા તેઓ કઈ રીતે RTO વિભાગમાંથી લાવતા હતા તે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે. જે આરોપી હજુ ફરાર છે તે આરોપી RTO વિભાગ સાથે સંકળાયેલા ની બાબત સામે આવી છે.