UPSC examination/ સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફળતા મેળવનારા યુવાનોને અભિનંદન પાઠવ્યા

Gujarat Top Stories
Beginners guide to 2024 04 16T191247.190 સ્પીપા, અમદાવાદના 25 ઉમેદવારોએ UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા-2023માં જ્વલંત સફળતા મેળવી

Gujarat News : સરદાર પટેલ લોક પ્રસાસન સંસ્થા-સ્પીપામાંથી અત્યાર સુધીમાં ૨૮૫ ઉમેદવારો UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થઈ અંતિમ પસંદગી પામ્યા છે. આ વર્ષે સૌથી વધુ 25 ઉમેદવારો પસંદ થયા હતા. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સફળતા મેળવનારા આ યુવાઓને અભિનંદન સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) કાર્યરત છે.

આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વીસીસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના ૨૫ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે.

સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું