ગુજરાત/ છોટાઉદેપુર જીલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

કેટલાક ખેડુતો એક વખતનું વાવેતર કર્યા બાદ પાક નિષ્ફળ જતા ફરી કપાસ, તુવેર જેવા પાકનું બિયારણ લાવી વાવેતર કરી વરસાદની રાહ જોઈ રહ્યા છે.

Gujarat Others
છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં ઝરમર વરસાદ બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મુંજવણ મુકાયા છે. મોંઘુડાટ બિયારણ લાવી વાવેતર તો કર્યું પણ વરસાદ ખેંચાતા જગતનોતાત હાલ તો ચિંતામા મુકાયો છે. એક વાર બિયારણ નિષ્ફળ ગયા બાદ ફરી એક વખત કપાસનું વાવેતર કરી વરસાદની રાહ જોઈ રહેલા છોટાઉદેપુર જીલ્લાના ખેડુતો ચિંતાતુર બન્યા છે.  છોટાઉદેપુરમાં

રાજ્યમાં દક્ષિણ ગુજરાત આણંદ, બોરસદ સહિતનાં  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે તો બીજી તરફ થોડો વરસાદ થતા છોટાઉદેપુર જીલ્લાનાં  ખેડુતો વાવેતર કરી વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ કાળા કાળા ડિબાંગ વાદળો બંધાય છે વરસાદી વાતાવરણ પણ થાય છે, થોડુ ઝાપટુ પડી વરસાદ હાથતાળી આપી જતો રહેતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. છેલ્લા કેટલાય દિવસથી ખેતી લાયક વરસાદની રાહ જોઈ રહેલા ખેડુતોને વાવેતર નિષ્ફળ જવાની ભીતી સેવાઇ રહી છે.

છોટાઉદેપુર

છોટાઉદેપુરના કેટલાક વિસ્તારમા વરસાદી માહોલ બનતા ખેડુતોમા આનંદની લાગણી જોવા મળી હતી અને ખેડુતો એ વાવેતર કરી દીધુ છે પરંતુ હવે વરસાદની રાહ જોઈ બેઠેલો જગતનો તાત ચિંતામાં મુકાયો છે. કેટલાય દિવસથી વાદળો બંધાય છે વાતાવરણમાં પલટો આવે છે પણ વરસાદ પડતો નથી. આ સપ્તાહમાં ખેતી લાયક વરસાદનાં વરસે તો વાવેતર નિસ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ. ખેડૂતોએ મોંઘુડાટ બિયારણ લાવી વાવેતર કર્યું છે. કેટલાક ખેડુતો એવા છે જે ફક્ત ચોમાસાનાં પાક પર જ નિર્ભર છે  તેવા ખેડુતોની હાલત દયનીય બની છે.  જીલ્લામાં ખેડુતોએ પ્રથમ વરસાદ બાદ વાવણી તો કરી દીધી પરંતુ વરસાદે લાંબો વિરામ લેતા ખેડૂતો મુંજવણમા મુકાયા છે. ખેતી લાયક વરસાદ વરસસે તેવી આશા સાથે ખેડુતો સારા અને ખેતી લાયક વરસાદની રાહ રહ્યા છે.

આ પણ વાંચો : નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્ષ કમિટીની પ્રથમ બેઠક યોજાઈ : મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ હાજરી