પ્રથમ સત્ર/ 15 વિધાનસભાનું પ્રથમ સત્ર આજે મળશે,ગુજરાત અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે વિધેયક રજૂ કરાશે

જરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ  આજે એક દિવસ માટે  ટૂંકુ સત્ર મળશે. તમામ ધારાસભ્યોએ ગઇકાલે શપથ લીધા હતા,

Top Stories Gujarat
1 252 15 વિધાનસભાનું પ્રથમ સત્ર આજે મળશે,ગુજરાત અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે વિધેયક રજૂ કરાશે
  • આજે 15મી વિધાનસભાનું મળશે પ્રથમ સત્ર
  • પ્રથમસત્રમાં બે બેઠકોનું આયોજન
  • પ્રથમ બેઠકમાં વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી
  • અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી લગભગ નિશ્ચિત
  • બીજી બેઠકમાં રાજ્યપાલના સંબોધન પર આભાર પ્રસ્તાવ
  • શોકદર્શક ઉલ્લેખો રજૂ થશે
  • સરકારી વિધેયક (ઈમ્પેક્ટ ફીનો કાયદો)પસાર થશે
  • સરકારી કામકાજ બાદ સત્રની પુર્ણાહુતિ થશે

First session:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ  આજે એક દિવસ માટે  ટૂંકુ સત્ર મળશે. તમામ ધારાસભ્યોએ ગઇકાલે શપથ લીધા હતા,ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રોટેમ સ્પીકર તરીકે ચૂંટાયેલા 182 ધારાસભ્યોને સત્તાવાર રીતે શપથ લેવડાવ્યા હતા. સૌથી પહેલા મુખ્યમંત્રી  કેબિનેટ મંત્રી, રાજ્યકક્ષાના મંત્રી,  મહિલા ધારાસભ્યો, દંડક અને પછી બાકી રહેલા ધારાસભ્યોને શપથ લેવડાવ્યા હતા.આજે અધ્યક્ષ તરીકે શંકર ચૈાધરીની જાત લગભગ નક્કી છે. આ ઉપરાંત સત્રમાં શોકદર્શક ઉલ્લેખો રજૂ કરાશે. તમામ કાર્યવાહી થયા બાદ પુર્ણાહુતિ થશે.

ઉલ્લેખનીય છે કે આ ટૂંકા સત્રમાં ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે વિધેયક 2022 રજૂ કરવામાં આવશે. આ વિધેયક આજે મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા રજૂ કરવામાં આવશે.સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો તેને કાયદાનું સ્વરૂપ આપવા આજે વિધાનસભા ગૃહમાં વિધેયક રજૂ કરવામાં આવશે.  આ બિલ એ સુધારા વિધેયક છે નવુ બિલ નથી.

નોંધનીય છે કે 30 સપ્ટેમ્બર, 2022 પહેલા થયેલા અનઅધિકૃત બાંધકામને આ વિધેયક લાગુ પડશે. આ વિધેયક 17 ઓક્ટોબર, 2022ના દિવસથી રાજ્યભરમાં અમલી બનાવાયુ છે.આ વિધેયક અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિકાસ વિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ નિયમિત કરવામાં આવશે. જે બાંધકામોની બી.યુ. પરમિશન નથી અથવા જે બાંધકામને તોડી પાડવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી છે તેવા બાંધકામ આ વિધેયક હેઠળ નિયમિત કરી શકાશે.

અરજદારે કલમ 5 હેઠળ કરેલી અરજીના 6 મહિનાની મુદતની અંદર સત્તાધિકારીઓ અરજીની ચકાસણી કરશે. સત્તાધિકારી જ્યારે અનધિકૃત બાંધકામ નિયમિત કરવાની પરવાનગી આપશે ત્યારબાદ જ અરજદારે ઈમ્પેક્ટ ફી ભરીને કાર્યવાહી કરવાની રહેશે. સત્તાધીશોના નિયમિત બાંધકામના હુકમથી બે મહિનાની મુદતની અંદર અરજદારે ફી ચૂકવવાની રહેશે. આમ, ઓક્ટોબર માસથી લાગુ કરવામાં આવેલા અધિનિયમ હેઠળ ફેબ્રુઆરી, 2023 સુધી અનધિકૃત બાંધકામ નિયમિત કરવા માટે અરજી કરી શકાશે.

ગાંધીનગર/પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્ય યોગેશ પટેલે લીધા શપથ, નવા અધ્યક્ષ તરીકે જાણો કોણે ભર્યુ ફોર્મ