સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશન CBSE આજે ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. આ વખતે 87.7 ટકા વિધાર્થીઓ પાસ થયા છે, જયારે છોકરીઓએ ફરી એકવાર બાજી મારી છે. છોકરીઓનું પરિણામ 88.67 ટકા રહ્યું છે, જયારે છોકરાઓનું 86.32 ટકા રહ્યું હતું.
વિધાર્થીઓ સીબીએસઈની ઓફિસીયલ વેબસાઈટ cbseresults.nic.in અથવા cbse.nic.in પર પોતાનું પરિણામ જોઈ શકે છે. સીબીએસઈ બોર્ડની ધોરણ-10ની પરીક્ષા પાંચમી માર્ચના રોજ શરુ થઈ હતી. આ પરીક્ષા ચોથી એપ્રિલના રોજ પૂરી થઇ હતી. માનવ સંસાધન મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.
આ પરીક્ષામાં 1624682 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 1408594 જેટલા પરીક્ષાર્થીઓ પાસ થયાં. તિરુઅનંતપુરમમાં 99.60 ટકા, ચેન્નાઈમાં 97.37 ટકા અને અજમેર રીઝ્નમાં 91.83 ટકા વિધાર્થીઓ પાસ થયા.
તો દિવ્યાંગોની કેટેગરીમાં સનસિટી ગુડગાંવ અનુષ્કા પાંડા, ઉત્તમ સ્કૂલ ગાઝિયાબાદની સાન્યા ગાંધીએ ટોપ કર્યું છે, બંનેને 489 માર્ક્સ મળ્યા છે. બીજા નંબર પર જેએનવી ધનપુર ઓડિસાના સૌમ્ય દીપ પ્રધાન છે જેઓને 484 નંબર મળ્યા છે.
આ વર્ષ 4 વિધાર્થીઓ સીબીએસઈ બોર્ડ 10માં ધોરણમાં ટોપર્સ થયા છે, જેમાં ડીપીએસ ગુડગાંવના પ્રખર મિત્તલ આપરી પબ્લિક સ્કૂલબિઝનોરની રિમઝિમ અગ્રવાલ,સ્કોટીશ ઇન્ટેલ સ્કૂલ શામીલીની નંદિની ગર્ગ અને ભવન વિદ્યાલય કોચીનની શ્રીલક્ષ્મીએ ટોપ કર્યું.