Not Set/ ફિલ્મ ‘સંજુ’ના પોસ્ટરમાં જોવા મળી અનુષ્કા શર્મા, કઈ ભૂમિકા નિભાવતી જોવા મળશે

મુંબઈ બોલીવુડ સુપરસ્ટાર સંજય દત્તની બાયોપિક ફિલ્મ“સંજુ”નું ટ્રેલર 30 મે ના રોજ લોન્ચ કરવામાં આવશે. તે પહેલા આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અનુષ્કા શર્મા જોવા મળી રહી છે. ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટર પોસ્ટ કર્યું છે. કૅપ્શનમાં તેમણે લખ્યું હતું, માંરી પ્રિય મિત્ર અનુષ્કા શર્મા ફિલ્મમાં તેની ખાસ […]

Entertainment
mahudf ફિલ્મ 'સંજુ'ના પોસ્ટરમાં જોવા મળી અનુષ્કા શર્મા, કઈ ભૂમિકા નિભાવતી જોવા મળશે

મુંબઈ

બોલીવુડ સુપરસ્ટાર સંજય દત્તની બાયોપિક ફિલ્મ“સંજુ”નું ટ્રેલર 30 મે ના રોજ લોન્ચ કરવામાં આવશે. તે પહેલા આ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અનુષ્કા શર્મા જોવા મળી રહી છે.

ડાયરેક્ટર રાજકુમાર હિરાનીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટર પોસ્ટ કર્યું છે. કૅપ્શનમાં તેમણે લખ્યું હતું, માંરી પ્રિય મિત્ર અનુષ્કા શર્મા ફિલ્મમાં તેની ખાસ અપીયરેંસ છે… પરંતુ તેમ છતાં પણ તેને આ ભૂમિકા માટે સખત મહેનત કરી છે. શું કોઈ કહી શકે છે કે તે ફિલ્મમાં કોની ભૂમિકા ભજવી રહી છે ? 30 મે ના રોજ, તે ટ્રેલર લોન્ચના પ્રસંગે જાહેર કરવામાં આવશે.

આપને જણાવી દઈએ કે અનુષ્કા શર્મા પોસ્ટરમાં અલગ અવતારમાં જોવા મળી રહી છે. શોર્ટ કર્લી હેર તેના લુકમાં આ નવું છે. આ પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં સંજય દત્તનો રોલ કરી રહેલ રણબીર કપૂર જોવા મળી રહ્યો છે. પોસ્ટર રિલીઝ થયા બાદ ફેન જાણવા માટે આતુર છે કે આ ફિલ્મમાં અનુષ્કા કયા રોલમાં જોવા મળશે. જો કે અનુષ્કાના ફેંસે કોમેંટ બોક્સમાં જણાવ્યું છે કે અનુષ્કા ફિલ્મમાં જર્નલિસ્ટના રોલમાં છે.

ફિલ્મ ‘સંજુ’ 29 જૂને રિલીઝ કરવામાં આવી રહી છે. મનીષા કોઈરાલા સંજયની માતા નરગીસની ભૂમિકા ભજવી રહ્યા છે. પત્નીની માન્યતાની ભૂમિકામાં, મિર્ઝા અને ટીના મુનિમ સોનમ કપૂર અને માધુરી દિક્ષિતની ભૂમિકામાં તમન્ના જોવા મળશે.