Not Set/ આરએસએસના કાર્યક્રમમાં મુળ કોંગ્રેસી પ્રણવ મુખર્જી જોવા મળશે

લાંબા સમય સુધી ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ વિચારધારા પ્રમુખ ચહેરો રહેલા ડો. પ્રણબ મુખર્જી 7 જૂને નાગપુરમાં થવા જય રહી રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ આરએસએસ કાર્યક્રમમાં .નજર આવી શકે છે. આ ખબરથી દેશના રાજનીતિક માહોલમાં તણાવ આવવો સ્વાભાવિક છે. નાગપુરના રેશમીબાગ મેદાન પાર આયોજિત થવા જય રહેલા તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી મુખ્ય […]

Top Stories India
bhagwat pranab 1 આરએસએસના કાર્યક્રમમાં મુળ કોંગ્રેસી પ્રણવ મુખર્જી જોવા મળશે

લાંબા સમય સુધી ભારતીય રાજનીતિમાં કોંગ્રેસ વિચારધારા પ્રમુખ ચહેરો રહેલા ડો. પ્રણબ મુખર્જી 7 જૂને નાગપુરમાં થવા જય રહી રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘ આરએસએસ કાર્યક્રમમાં .નજર આવી શકે છે.

આ ખબરથી દેશના રાજનીતિક માહોલમાં તણાવ આવવો સ્વાભાવિક છે.

નાગપુરના રેશમીબાગ મેદાન પાર આયોજિત થવા જય રહેલા તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપનમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ ન માત્ર મેદાન પર આયોજિત સ્વયંસેવકોની પાસિંગ આઉટ કાર્યક્રમના ભાગ રહેશે, સાથોસાથ પોતાના વિચારો પણ લોકોને જણાવશે.

સમારોહમાં સરસંઘચાલક મોહન ભાગવત સાથે સંઘના હાલના નેતૃત્વ પણ તેમની સાથે હાજર રહેશે. દર્શકો સિવાય કાર્યક્રમના અમુક પદાધિકારી અને મીડિયા પ્રતિનિધિઓ પણ હાજર રહેશે.નાગપુરમાં 25 દિવસો રહીને સંઘનું ત્રીજા વર્ષનું પાઠ્યક્રમ પુરા કરવાવાળા દેશના વિભિન્ન વિસ્તારોથી આવેલા લગભગ 600 સ્વયં સેવક તેનો ભાગ બનશે.

ચાર વાર મળી ચુક્યા છે મુખર્જી અને મોહન ભાગવત:

સંઘના વિશ્વાસનીય સૂત્રો જણાવે છે કે મુખર્જી સાથે સંઘના શીર્ષ નેતૃત્વની આજ સુધીમાં ચાર વાર મુલાકાત થઇ ચુકી છે. રાષ્ટ્રપતિ પદ પર રહીને મુખર્જી અને ભાગવતની દિલ્લીમાં બે વાર મુલાકાત થઇ હતી.

સૂત્રોનું જણાવવું છે કે એક વાર તો એમ થયું કે મુલાકાત નક્કી થઇ ગઈ હતી પરંતુ પ્રણવ મુખરજીના પત્નીનું દેહાવસાન થઇ જવાથી લગભગ બધા કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ રદ્દ થયેલી મિટિંગની સૂચીમાં મોહન ભાગવત સાથે તેમની મુલાકાત નહોતી. આ મેળાપ થયો હતો અને શોક સંવેદના વ્યક્ત કરવા બાદ ઘણા સમય સુધી તેમની વાતચીત ચાલી હતી. એટલું જ નહિ, આ પહેલાની મુલાકાતમાં પ્રણબ મુખર્જીને સંઘના વિષયોથી સંલગ્ન પુસ્તકો પણ આપી હતી, તે સંબંધમાં શંકાઓ પર વિચાર-વિમર્શનો સિલસિલો બીજી મુલાકાત સુધી ચાલ્યું હતું.

સંઘના મતાનુસાર અન્ય વિચારોના લોકોને આમંત્રિત કરવાની પરંપરા ગોલવલકરના સમયથી જ શરુ છે, જે બીજા વિચારો વાળા અથવા વિરોધી વિચારોવાળા સાથે ચર્ચા કરવાની વિચારધારા રાખતા હતા.