Not Set/ અલી ગોનીની માતા–બહેન અને ભાણીયાઓને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી માહિતી

કોરોના વાયરસનો કાળો કેર દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે મનોરંજન ઉદ્યોગ તરફથી એક પછી એક પોઝિટીવ કેસ સામે આવી રહ્યા છે.

Trending Entertainment
A 53 અલી ગોનીની માતા–બહેન અને ભાણીયાઓને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી માહિતી

કોરોના વાયરસનો કાળો કેર દેશભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે મનોરંજન ઉદ્યોગ તરફથી એક પછી એક પોઝિટીવ કેસ સામે આવી રહ્યા છે. બિગ બોસ 14 ની વિજેતા રૂબીના દિલેક પછી, અલી ગોનીના પરિવારના સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે અંગે ટ્વિટર પર માહિતી આપી છે. જણાવીએ કે, અલી ગોનીની માતા–બહેન અને ભાણીયાને કોરોના થયો છે. અલીએ સોશિયલ મીડિયા પર બાળકોની તસવીર પોસ્ટ કરી છે અને તમને ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.

તાજેતરમાં જ બિગ બોસ 14 ની વિજેતા રુબીના દિલેક કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા. તે તેના ઘર શિમલામાં હોમ અઈસોલેશનમાં છે. દરમિયાન, અલી ગોનીએ તેના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટીવ વિષે માહિતી આપી છે. અલીએ ટ્વિટર પર લખ્યું છે કે, હું સમજી શકું છું કે જેમના પરિવારના સભ્યો પોઝિટીવ છે તેમના પર શું વીતતી હશે… મારા ઘરના મોટા ભાગના લોકો છેલ્લા 9 દિવસથી પોઝિટીવ છે. મારી માતા, બહેન, તેમના બાળકો. તે બધા ફાઈટર્સ છે અને ખાસ કરીને બાળકો આ વાયરસ સામે લડી રહ્યા છે. યા અલ્લાહ રહેમ કર. ટેક કેયર.

Instagram will load in the frontend.

અલીએ તેની બહેનના બાળકોની તસવીર પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેની સાથે કેપ્શન લખ્યું છે, મારા ફાઈટર બાળકો,  હું તને મળવા અને ગળે મળવા માટે રાહ જોઈ નથી શકતો. જણાવી દઈએ કે બિગ બોસની સ્પર્ધક નીક્કી તંબોલી પણ કોરોના પોઝિટિવ આવી ચુકી છે. નિક્કીના ભાઇ જતીનનું કોરોનાને લીધે નિધન થયું છે.

kalmukho str 2 અલી ગોનીની માતા–બહેન અને ભાણીયાઓને થયો કોરોના, સોશિયલ મીડિયા પર આપી માહિતી