યૂપી અને મધ્યપ્રદેશ બાદ રાજસ્થાનમાં પણ વિવાદોમાં સપડાયેલી ફિલ્મ “પદ્માવતી” ને રિલીઝ ન થવાનો દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ફિલ્મમાં જરૂરી ફેરફાર અંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને પત્ર લખ્યો છે.

આ પત્રમાં તેઓએ જણાવ્યું કે, “પદ્માવતી ફિલ્મમાં જ્યાં સુધી રિલીઝ કરવામાં ન આવે જ્યાં સુધી આ ફિલ્મમાં જરૂરી ફેરફાર કરવામાં ન આવે, જેથી કોઈ પણ સમુદાયની લાગણી ન દુભાઈ”.
મહત્વનું છે કે, દેશભરમાં ઠેર ઠેર પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત ૧૯ નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશમા અને સોમવારે મધ્યપ્રદેશમાં પણ આ ફિલ્મનો વિરોધ થયા બાદ રાજ્યમાં રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો હતો.
