Not Set/ photos: હનીમૂન માટે રવાના થયા દીપવીર

મુંબઇ, જ્યારથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ઇટાલીમાં થયાં છે ત્યારથી આ કપલ ચર્ચામાં છવાયેલા છે. દીપવીરનાં લગ્ન અને રિસેપ્શનના ફોટા ઘણા સમયથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે, લગ્ન પછીથી લઈને અત્યાર સુધી આ કપલ પોતાના હનીમૂન પર જઇ શક્યા નથી કારણ કે લગ્ન પછી તરત જ રણવીર તેની તાજેતરના રિલીઝ ફિલ્મ ‘સિમ્બા’ના […]

Entertainment

મુંબઇ,

જ્યારથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્ન ઇટાલીમાં થયાં છે ત્યારથી આ કપલ ચર્ચામાં છવાયેલા છે. દીપવીરનાં લગ્ન અને રિસેપ્શનના ફોટા ઘણા સમયથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે, લગ્ન પછીથી લઈને અત્યાર સુધી આ કપલ પોતાના હનીમૂન પર જઇ શક્યા નથી કારણ કે લગ્ન પછી તરત જ રણવીર તેની તાજેતરના રિલીઝ ફિલ્મ ‘સિમ્બા’ના પ્રમોશનમાં વ્યસ્ત થઇ ગયો હતો.

આ કપલની તાજેતરના કંઈ એવી તસ્વીર સામે આવી છે જેમાં તેઓ તેમના હનીમૂન પર રવાના થતા જોવા મળી રહ્યા છે. હા તમે સાચું વાંચ્યું છે.દીપિકા અને રણવીરને હનીમૂન પર જવા માટે રવાના થયાના ફોટા અને વીડીયો સામે આવ્યા છે. દીપિકા એરપોર્ટ પર બ્લેક ટર્ટલ નેક પુલઓવર, બ્લેક લેગિંગ્સ વિથ લેયર્ડ અને બ્લેક શુઝમાં ખૂબ સ્ટાઇલીશ અને સુંદર લાગી રહી હતી. રણવીર પન બ્લેક જેકેટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતા.

https://www.instagram.com/p/Br_AfA9gXI4/

જો કે હજુ સુધી એ નક્કી નથી થયું કે એતેમનું  હનીમૂન ડેસ્ટિનેશન ક્યાં છે. પરંતુ એવું લાગે છે કે આ વખતે, 5 જાન્યુઆરીના રોજ, દીપિકાનો જન્મદિવસ ચોક્કસપણે ખાસ બનશે.લગ્ન પછી તે પ્રથમ જન્મદિવસ હશે, અને કદાચ તે આ જન્મદિવસને ફક્ત હનીમૂન દરમિયાન જ ઉજવશે.