NZ vs BAN/ બાંગ્લાદેશ ટીમે રચ્યો ઈતિહાસ, 21 વર્ષમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેળવી જીત

બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ આઠ વિકેટે જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડને બાંગ્લાદેશ સામે તેની જ ધરતી પર પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે.

Top Stories Sports
બાંગ્લાદેશ ટીમે રચ્યો ઈતિહાસ

બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ આઠ વિકેટે જીતી લીધી છે. ન્યૂઝીલેન્ડને બાંગ્લાદેશ સામે તેની જ ધરતી પર પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશની જીતનો સૌથી મોટો હીરો અબાદોટ હુસૈન હતો જેણે બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – એન્કાઉન્ટર / પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અનેકાઉન્ટર શરૂ,જાણો સમગ્ર વિગત

જણાવી દઇએ કે, ઇબાદતની શાનદાર બોલિંગનાં દમ પર ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 169 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશે જીત માટે 40 રનનો ટાર્ગેટ બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. બાંગ્લાદેશનો SENA (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં આ પ્રથમ ટેસ્ટ જીત છે.જણાવી દઇએ કે, અગાઉ બાંગ્લાદેશ ટીમ આ ચાર દેશોમાં 22માંથી 21 ટેસ્ટ મેચ હારી ગયું હતું, જ્યારે એક મેચ રદ કરવામાં આવી હતી. આમ બાંગ્લાદેશે બે મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. નિયમિત કેપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીમાં ટોમ લાથમ આ સીરીઝમાં કિવી ટીમની આગેવાની કરી રહ્યો છે. મેચનાં ચોથા દિવસે રોસ ટેલર અને રચિન રવિન્દ્ર નોટઆઉટ પરત ફર્યા હતા. ન્યૂઝીલેન્ડે પાંચમાં દિવસની શરૂઆત 5 વિકેટે 147 રનથી કરી હતી અને બાકીની પાંચ વિકેટ 22 રનમાં ગુમાવી દીધી હતી. સ્કોર 154 પર પહોંચ્યો જ હતો કે ઇબાદત હુસૈન રોસ ટેલરને ક્લીન બોલ્ડ કરી દીધો. આ પછી કિવી ટીમ સંપૂર્ણપણે બેક ફૂટ પર હતી. કાયલ જેમિસન, રચિન, ટિમ સાઉથી અને ટ્રેન્ટ બોલ્ટ એક પછી એક પેવેલિયન પરત ફર્યા હતા. પૂરી ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ માટે બીજી ઇનિંગમાં વિલ યંગ સર્વશ્રેષ્ઠ સ્કોરર હતો જેણે 69 રન બનાવ્યા હતા, જ્યારે બાકીનાં બેટ્સમેનો મળીને 100 રન પણ બનાવી શક્યા ન હતા. પ્રથમ ઇનિંગમાં એક વિકેટ લેનાર ઇબાદતે બીજી ઇનિંગમાં લગભગ છ વિકેટ લીધી હતી અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. બાંગ્લાદેશે બીજી ઇનિંગમાં બે વિકેટે 42 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુશ્ફિકુર રહીમે બાંગ્લાદેશને ચોક્કા સાથે આ ઐતિહાસિક જીત અપાવી હતી.

આ પણ વાંચો – એન્કાઉન્ટર / પુલવામા જિલ્લાના ચાંદગામ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે અનેકાઉન્ટર શરૂ,જાણો સમગ્ર વિગત

બાંગ્લાદેશે બુધવારે વિશ્વ ચેમ્પિયન સામે આઠ વિકેટની શાનદાર જીત સાથે તેમના 16માં પ્રયાસમાં પ્રથમ વખત ન્યૂઝીલેન્ડને મેચમાં હરાવીને ઘરેલુ ધરતી પર તેમના યજમાનોનાં 17-મેચનાં અજેય રનને તોડ્યા હતા. ઝડપી બોલર અબાદોટ હુસૈને કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ 6-46 પ્રદર્શન કરી ટીમને જીત અપાવવામાં સૌથી મોટો ફાળો ફજવ્યો હતો કારણ કે પ્રવાસીઓએ માઉન્ટ માઉંગાનુઇ ખાતે પાંચમાં દિવસની શરૂઆતમાં બ્લેક કેપ્સને 169 રનમાં આઉટ કરી દીધી હતી અને બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવીને 40 રનથી વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં રમતનાં કોઈપણ ફોર્મેટમાં બાંગ્લાદેશની પ્રથમ જીતે રવિવારથી ક્રાઈસ્ટચર્ચમાં શરૂ થયેલી બીજી મેચની સાથે બે મેચોની સીરીઝમાં 1-0 ની લીડ બનાવી લીધી છે.