israel hamas war/ ઈઝરાયલે લેબનોન બોર્ડર પરથી પોતાના 28 ગામ ખાલી કરાવ્યા

ઈઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ થાઈ તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલે લેબનોન બોર્ડર પરથી તેના 28 ગામોને ખાલી કરાવ્યા છે.

Top Stories World
YouTube Thumbnail 2023 10 16T151711.042 ઈઝરાયલે લેબનોન બોર્ડર પરથી પોતાના 28 ગામ ખાલી કરાવ્યા

હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે ઈઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ થાઈ તેવી શક્યતાઓ છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલે લેબનોન બોર્ડર પરથી તેના 28 ગામોને ખાલી કરાવ્યા છે. આ ગામો લેબનોન બોર્ડરથી માત્ર 2 કિલોમીટર દૂર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈઝરાયલ-લેબનોનના આ સરહદી ગામોમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા સમયાંતરે ગોળીબાર કરવામાં આવી રહ્યો છે, તેથી ઈઝરાયલે આ ગામડાઓમાંથી લોકોને બહાર કાઢીને અન્ય સ્થળોએ ખસેડવાનું શરૂ કર્યું છે. એવી આશંકા છે કે હમાસ બાદ ઈઝરાયલનું આગામી નિશાન હિઝબુલ્લા સંગઠન છે.

રવિવારે લેબનોનથી થયેલા ગોળીબારમાં એક ઈઝરાયલી સૈનિકનું મોત થયું અને ત્રણ ઘાયલ થયાના અહેવાલ છે. ત્યાર બાદ ઈઝરાયલની સેનાએ દક્ષિણ સરહદ પર હમાસને અને હવે ઉત્તરીય સરહદ પર હિઝબુલ્લાહને પાઠ ભણાવવાનો નિર્ણય કર્યો છે. જો કે, લેબનોન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે તે યુદ્ધનો ભાગ બનવા માગે છે કે નહીં.

ઈઝરાયલ નાગરિકોને સુરક્ષિત સ્થળો પર મોકલી રહ્યું છે

મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલ લેબનોનની સરહદે આવેલા તેના વિસ્તારના લોકોને સરકારી ગેસ્ટ હાઉસમાં હોસ્ટ કરી રહ્યું છે. આ વાતની પુષ્ટિ ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયે પણ કરી છે. નોંધનીય છે કે, હમાસની જેમ હિઝબુલ્લા પણ એક આતંકવાદી સંગઠન છે, જે ઈઝરાયલના પાડોશી દેશ લેબનોનની સુરક્ષામાં કામ કરી રહ્યું છે.

આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ 1975થી 1990 સુધી ચાલેલા લેબનોન ગૃહ યુદ્ધ દરમિયાન ઉભરી આવ્યું હતું. તેની સ્થાપના ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ દ્વારા 1982માં કરવામાં આવી હતી. હિઝબુલ્લાહનો ઉદ્દેશ્ય ઇસ્લામિક ક્રાંતિને અન્ય મુસ્લિમ દેશોમાં ફેલાવવાનો અને ઈઝરાયલી સેનાનો સામનો કરવા માટે એક સંગઠન બનાવવાનો હતો.

અહેવાલો અનુસાર, આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ આતંકવાદની ઘણી ઘટનાઓમાં સામેલ છે. તેમણે એપ્રિલ 1983 અને 1984માં બેરૂતમાં યુએસ એમ્બેસી પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ સિવાય 1985માં TWA 847 ફ્લાઈટને પણ હાઈજેક કરવામાં આવી હતી. 1996માં સાઉદી અરેબિયામાં ખોબર ટાવર પર હુમલો પણ હિઝબુલ્લા દ્વારા કરવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 ઈઝરાયલે લેબનોન બોર્ડર પરથી પોતાના 28 ગામ ખાલી કરાવ્યા


આ પણ વાંચો: Olympics/ ઓલિમ્પિકમાં ક્રિકેટને સ્થાન મળ્યું, મુંબઈમાં વોટિંગ બાદ સત્તાવાર જાહેરાત

આ પણ વાંચો: ગુજરાત/ ગીર અભયારણ્યમાં સ્પોટલાઇટ સિંહ તરફ નહીં પણ હરણ અને સાંબર તરફ વળી, જાણો કેમ

આ પણ વાંચો: America/ બાળકને ચાકુના 26 ઘા માર્યા, “હત્યાનું કારણ ઈઝરાયલ-હમાસ યુદ્ધ”