લાલચ બુરી બલા/ YouTubeમાં વિડિયો લાઈક કરાવી સારા વળતર બહાને 1 કરોડની છેતરપિંડી

વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ આરોપીઓ દિમાગનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જ કારણે સાયબર ક્રાઇમની ઘટનામાં ખૂબ જ વધારો થયો છે ત્યારે સુરતમાં એક વ્યક્તિને યુટ્યુબ (YouTube) માં વિડીયો લાઈક કરવાના તથા મર્ચન્ટ બેનિફિટ ટાસ્કમાં ક્રિપ્ટો પ્લેટફોર્મ પર કમિશન આપવાની વાત કરી […]

Gujarat Surat
YouTubeમાં વિડિયો લાઈક કરાવી સારા વળતર બહાને 1 કરોડની છેતરપિંડી YouTubeમાં વિડિયો લાઈક કરાવી સારા વળતર બહાને 1 કરોડની છેતરપિંડી

વર્તમાન સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહ્યું છે. ત્યારે હવે ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ આરોપીઓ દિમાગનો ઉપયોગ કરી રહ્યા છે અને એના જ કારણે સાયબર ક્રાઇમની ઘટનામાં ખૂબ જ વધારો થયો છે ત્યારે સુરતમાં એક વ્યક્તિને યુટ્યુબ (YouTube) માં વિડીયો લાઈક કરવાના તથા મર્ચન્ટ બેનિફિટ ટાસ્કમાં ક્રિપ્ટો પ્લેટફોર્મ પર કમિશન આપવાની વાત કરી 1.18 કરોડ કરતા વધુ રકમ પડાવનાર ઇસમની સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઈસમના બેન્ક એકાઉન્ટમાં રહેલ 30 લાખ 69 હજાર રૂપિયા પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા છે.

સુરતના એક વ્યક્તિ દ્વારા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ વ્યક્તિએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 20-05-2023થી 07-06-2023 દરમિયાન આરોપીઓએ ફરિયાદીને ફોન કર્યા હતા અને યુટ્યુબમાં વિડિયો લાઈક કરવાના તથા મર્ચન્ટ બેનિફિટ ટાસ્ક (Merchant Benefit Task) માં ક્રિપ્ટો પ્લેટફોર્મની લીંક પર રજીસ્ટ્રેશન કરાવડાવી ફરિયાદીને ટાસ્ક પૂરા કરવાના બદલે સારું વળતર આપવાની લાલચ આપી હતી. આરોપી દ્વારા ફરિયાદીને ટાસ્ક પૂરો કરવા બદલ 30થી 40% વળતર મળશે તેવું જણાવવામાં આવ્યું હતું અને આ લાલચમાં ફરિયાદી આવી ગયા હતા અને ત્યારબાદ ફરિયાદી દ્વારા આરોપીઓને ટુકડે ટુકડે અલગ અલગ બેન્ક એકાઉન્ટ અને યુપીઆઇડીમાં 1,18,96,400 ટ્રાન્સફર કરાવ્યા હતા.

1.18 કરોડ જેટલી માત્ર રકમ આપ્યા બાદ પણ આરોપીઓ ફરિયાદીને કોઈ પણ પ્રકારનો બેનિફિટ આપતા ન હતા. આ ઉપરાંત આ રકમ વિડ્રોલ પણ કરવા દેતા ન હતા. અંતે ફરિયાદીને પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા તેમને તાત્કાલિક જ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કર્યો હતો અને સાઇબર કરીને પોલીસ દ્વારા સમગ્ર મામલે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા આરોપી પિયુષકુમાર પટેલ કે જે ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં ઔઠોર ગામમાં પટેલવાસમાં રહે છે. તેની અટકાયત કરી સુરત લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોપીના બેન્ક એકાઉન્ટમાં રહેલ 30 લાખ 69 હજાર રૂપિયા પણ પોલીસ દ્વારા ફ્રીઝ કરાવવામાં આવ્યા હતા. હાલ આરોપીની વધુ પૂછપરછ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.