uttarpradesh news/ ચૂટણી દરમિયાન રામમંદિર બાબતે રામગોપાલ યાદવનું વિવાદાસ્પદ નિવેદન

સપાના નેતાએ મદિર બેકાર છે, નક્શો ઠીક નથી કહેતા ભાજપનો વળતો પ્રહાર

Top Stories India
Beginners guide to 2024 05 07T135819.371 ચૂટણી દરમિયાન રામમંદિર બાબતે રામગોપાલ યાદવનું વિવાદાસ્પદ નિવેદન

Uttarpradesh News : લોકસભાની ચૂંટણી 2024નું ત્રીજા ચરણનું મતદાન થઈ રહ્યું છે. જેમાં ઉત્તરપ્રદેશની 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે. દરમિયાન સમાદવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે રામમંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. જેની પર ભાદજપના નેતાઓએ તેમની પાર્ટીની ઘેરાબંધી શરૂ કરી છે. રામગોપાલ યાદવે રામમંદિરના દર્શન કરવા ન જવા બાબતે ભાજપ દ્વારા ઉઠાવાયેલા સવાલો સંદર્ભે એક ખાનગી ચેનલ સાથે વાત કરતા કહ્યું કે અમે તો રોજ રામના દર્શન કરીએ છીએ. રામમંદિર કેમ ન ગયા ? આ સવાલ પર યાદવે કહ્યું કે તેબેકાર છે મંદિર આવું બનાવવામાં આવે છે ? મંદિર આવી રીતે ન બને. દક્ષિણથી લઈને અત્તર સુધી જુઓ જૂના મંદિરો કેવી રીતે બન્યા છે. નકશો ઠીક રીતે નથી બન્યો. વાસ્તુની રીતે મંદિર ઠીક નથી બનાવવામાં આવ્યું. આ મામલો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો છે.

મૈનપુરી સહિત ઉત્તરપ્રદેશમાં 10 સીટો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે તેમનું આ નિવેદન સામે આવ્યું છે. આજે ફિરોઝાબાદ અને બદાયૂની સીટ પર પણ મતદાન થઈ રહ્યું છે. ફિરોઝાબાદથી પ્રોફેસર રામગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ મેદાનમાં છે. બદાયૂથી શિવપાલ યાદવનો પુત્ર આદિત્ય યાદવ મેદાનમાં છે. મૈનપુરીથી ડિમ્પલ યાદવ સિવાય યાદવ પરિવારના ત્રણ સભ્યો ચૂંટણી લડી રહ્યા છે.

બીજીતરફ રાડકીય જાણકારોનું કહેવું છે કે રામગોપાલ યાદવના નિવેદનથી ફરી એકવાર ભાજપને સપા ઉપર હૂમલો કરવાનો મોકો આપી દીધો છે. ભાજપના નેતા યાદવના નિવેદન પર કડક પ્રતિક્રિયા આપી રહ્યા છે. આચાર્ય પ્રમોદ કૃષ્ણને કહ્યું કે સમાજવાદી પાર્ટી રામ અને રાષ્ટ્રવિરોધી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો.સમીર સિહે કહ્યું કે  રામગોપાલ પહેલા અખિલેશ યાદવ પણ અપમાન કરી ચુક્યા છે. જનતા તેનો જવાબ આપશે. તે આરોપ લગાવી રહી છે. સમાજવાદી પાર્ટી એક વર્ગ વિશેષને ખુશ કરવા માટે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડે છે.

રામગોપાલે તે પહેલા રામનવમીના મોકા પર પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે રામનવમી ખૂબ હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. હવે કેટલાક લોકોએ તેને પેટન્ટ કરાવી લીધી છે. કરોડો લોકો હજારો વર્ષોથી રામનવમી મનાવતા આવી રહ્યા છે અને આ દેશમાં કેવળ એક રામમંદિર નથી. તેમણે અધુરી પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. શંકરાચાર્ય તેની વિરૂધ્ધ હતા. મે ક્યારેય કોઈની પૂજા નથી કરી. હું દેખાડો નથી કરતો. ભગવાનનું નામ લઉ છું પરંતુ પાખંડી નથી. પાંખડી લોકો આવું કરે છે. ભગવાન રામ તેમને સજા કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…

આ પણ વાંચો: વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!

આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ