Not Set/ ફ્લાઈટમાં થયું ૨૮ કલાકનું મોડું, એર ઇન્ડિયાએ દંડ પેટે આપવા પડશે ૮૮ લાખ ડોલર

પહેલાથીજ દેવામાં ડૂબેલી એર ઇન્ડિયાને ફ્લાઈટમાં મોડું થવા બદલ યાત્રીકોને ૮૮ લાખ ડોલરનો દંડ ભરવો પડી શકે છે. ૯મી મે એ દિલ્હી-શિકાગોની ફ્લાઈટ ૨૮ કલાક મોડી પહોચી હતી, જેમાં ત્રણ બાળકો સહીત ૩૨૩ લોકો સફર કરી રહ્યા હતા. ખરાબ હવામાનના કારણે થયું હતું મોડું એર ઇન્ડિયાની આ ફ્લાઈટ ખરાબ હવામાનના કારણે મોડી પડી હતી. આ […]

India Trending
Hero air india ફ્લાઈટમાં થયું ૨૮ કલાકનું મોડું, એર ઇન્ડિયાએ દંડ પેટે આપવા પડશે ૮૮ લાખ ડોલર

પહેલાથીજ દેવામાં ડૂબેલી એર ઇન્ડિયાને ફ્લાઈટમાં મોડું થવા બદલ યાત્રીકોને ૮૮ લાખ ડોલરનો દંડ ભરવો પડી શકે છે. ૯મી મે એ
દિલ્હી-શિકાગોની ફ્લાઈટ ૨૮ કલાક મોડી પહોચી હતી, જેમાં ત્રણ બાળકો સહીત ૩૨૩ લોકો સફર કરી રહ્યા હતા.

ખરાબ હવામાનના કારણે થયું હતું મોડું

એર ઇન્ડિયાની આ ફ્લાઈટ ખરાબ હવામાનના કારણે મોડી પડી હતી. આ ફ્લાઈટને ૧૬ કલાકમાં શિકાગો પહોચવાનું હતું, જેને
શિકાગોથી મીલવોયુંકી બાજુ ડાયવર્ટ કેઈ દેવામાં આવી હતી. શિકાગોથી અહી સુધી પહોચતા ૧૯ મિનીટ લાગે છે.

૨ કલાક પછી કરવાનું હતું પ્રસ્થાન
આ ફ્લાઈટને આમ તો ૨ કલાક પછી પ્રસ્થાન કરવાનું હતું પરંતુ કૃને આની પરવાનગી મળી ના હતી. ફ્લાઈટના કેબીન ક્રૂની ડયુટી
સમાપ્ત થઇ ચુકી હતી.વિદેશી પ્રસ્થાન પર મોજુદ કેબીન ક્રૂને એક દિવસમાં એકજ લેન્ડીંગ નો આદેશ દિલ્હી હાઈકોર્ટ દ્વારા
આપવામાં આવેલો છે. આ કારણથી એર ઇન્ડિયાને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે શિકાગોથી બીજી કેબીન ક્રૂને સડક માર્ગે મોકલવી પડી. નવું કેબીન ક્રૂ આવ્યાબાદ , ફ્લાઈટે શિકાગો જવા પ્રસ્થાન કર્યું હતું, જેને કારણે ૨૮ કલાક જેટલું મોડું થયું. આ ફ્લાઈટમાં ૪૦ યાત્રી વ્હિલચેર પર હતા.

અમેરીકાના સખ્ત નિયમો આવી રહ્યા છે આડે
અમેરિકામાં નિયમ છે કે જો કોઈ યાત્રી અંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં ૪ કલાકથી વધારે વાર સુધી રહે છે તો એ કંપનીએ દરેક યાત્રિકને
૨૭૫૦૦ ડોલર દંડ પેટે આપવા પડે છે. આ ફ્લાઈટમાં ૩૨૩ યાત્રિકો હતા તો આ હિસાબ થી એર ઇન્ડિયાએ ૮૮ લાખ ડોલર દંડ
પેટે આપવા પડશે. આ મામલો હાલમાં દિલ્હી હાઈકોર્ટમાં છે.