Viral Video: જ્યારે પણ તમે રસ્તા પર જાઓ છો ત્યારે તમે શું જોશો? સ્વાભાવિક છે કે તમે રસ્તા પર ચાલતી કાર અને બાઇક જેવા વાહનો જોશો. રસ્તાના કિનારે ખાણી-પીણીના સ્ટોલ જોવા મળશે. આ સિવાય તમને કેટલીક દુકાનો જોવા મળશે. પરંતુ શું તમે ક્યારેય રસ્તા પર ચાલતી ઝૂંપડી જોઈ છે? તમે ફિલ્મ ‘ટાર્ઝન ધ વન્ડર કાર’માં આવો સીન તો જોયો જ હશે. પરંતુ અસલ જીવનમાં તમે આવું ભાગ્યે જ જોયું હશે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
એક ઝૂંપડું રસ્તા પર દોડતું જોવા મળે છે. ઝૂંપડાની નીચે એક વ્હીલ ફીટ કરવામાં આવ્યું છે, તેથી સ્વાભાવિક છે કે અંદર મોટર પણ ફીટ કરવામાં આવી હશે. આગળનો ભાગ જોવા માટે વિન્ડોના રૂપમાં જગ્યા પણ આપવામાં આવી છે. રસ્તા પરથી પસાર થતા દરેક વ્યક્તિની નજર આ ઝૂંપડી પર ટકેલી છે. દરેક વ્યક્તિ પોતાના ફોનમાં આ દ્રશ્ય કેદ કરતા જોવા મળે છે.
આ વીડિયોને 1 લાખ 67 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. કેપ્શનમાં માહિતી લખ્યું છે કે, ‘સુરતની ક્રિએટિવ સાયન્સ ટીમે ફરીથી સર્જનાત્મકતા દેખાડી. ટાર્ઝન ફિલ્મમાં રસ્તા પર ચાલતું ઘર જોઈને ટીમને આ વિચાર આવ્યો. આ બેટરી ઓપરેટેડ હોમ કારની સ્પીડ 15 થી 20 કિલોમીટર છે.
આ પણ વાંચો:ડ્રાઈવર વિના આ વ્યક્તિએ કાર દોડાવી, આનંદ મહિન્દ્રા દંગ રહી ગયા
આ પણ વાંચો:અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની મસ્તી જોઈ તમે હસતા હસતા થાકી જશો