Not Set/ રાજકોટ : એસટી ડિવિઝન દ્વારા પરિક્રમાર્થીઆે માટે 30 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે

રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જતાં પરિક્રમાર્થીઆે માટે આગામી દિવસોમાં 30 એકસ્ટ્રા બસ દોડાવવામાં આવનાર હોવાનું અધિકારી વતુર્ળોએ જણાવ્યું હતું. વધુમાં અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના શાસ્ત્રી મેદાન સ્થિત સેન્ટ્રલ એસટી બસ સ્ટેશન ખાતે ગિરનારના પરિક્રમાર્થીઆે માટે અલાયદુ પ્લેટફોર્મ ફાળવવામાં આવશે. આજથી જૂનાગઢ તરફ યાત્રિકોનો ધસારો શરૂ થઈ ગયો છે. […]

Gujarat Rajkot Trending
stbus રાજકોટ : એસટી ડિવિઝન દ્વારા પરિક્રમાર્થીઆે માટે 30 એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે

રાજકોટ એસટી ડિવિઝન દ્વારા ગિરનારની લીલી પરિક્રમા માટે જૂનાગઢ જતાં પરિક્રમાર્થીઆે માટે આગામી દિવસોમાં 30 એકસ્ટ્રા બસ દોડાવવામાં આવનાર હોવાનું અધિકારી વતુર્ળોએ જણાવ્યું હતું.

વધુમાં અધિકારી સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટના શાસ્ત્રી મેદાન સ્થિત સેન્ટ્રલ એસટી બસ સ્ટેશન ખાતે ગિરનારના પરિક્રમાર્થીઆે માટે અલાયદુ પ્લેટફોર્મ ફાળવવામાં આવશે. આજથી જૂનાગઢ તરફ યાત્રિકોનો ધસારો શરૂ થઈ ગયો છે. મુસાફરોની જરૂરીયાત મુજબ એકસ્ટ્રા બસ મુકવામાં આવશે.

જણાવી દઈએ  કે, રાજકોટ એસટી ડિવિઝનને 1961થી 2018 સુધીના છેલ્લા 57 વર્ષમાં ક્યારેય ન થઈ હોય તેટલી રેકોર્ડબ્રેક એક દિવસીય આવક નાેંધાઈ છે. ગઈકાલે તા.12-11-2018ના રોજની એક દિવસીય આવક રૂ.64,30,000 થતાં સમગ્ર ડિવિઝનમાં નવો રેકોર્ડ પ્રસ્થાપિત થયો છે.