OMG!/ એક કૂતરો જેણે હવામાં 13 હજાર ફૂટની ઉંચાઇ પરથી જંપ લગાવ્યો, Photos

એક રશિયન ઉડ્ડયન કંપનીએ નવી પેરાશૂટ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી સર્વિસ ડોગની સાથે સૈનિકોને તે જગ્યાઓ પર ઉતારવામાં આવી શકે છે

Ajab Gajab News
1 18 એક કૂતરો જેણે હવામાં 13 હજાર ફૂટની ઉંચાઇ પરથી જંપ લગાવ્યો, Photos

એક રશિયન ઉડ્ડયન કંપનીએ નવી પેરાશૂટ સિસ્ટમ વિકસાવી છે, જેનાથી સર્વિસ ડોગની સાથે સૈનિકોને તે જગ્યાઓ પર ઉતારવામાં આવી શકે છે જ્યા વિમાન/હેલિકોપ્ટર લેન્ડિંગ અસંભવ છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયોમાં, એક જર્મન શેફર્ડ કૂતરો સૈનિક સાથે બંધાયેલો છે, જે 13,000 ફૂટની ઉંચાઈ પરથી જંપ લગાવીને અને પેરાશૂટ દ્વારા આરામથી નીચે લેન્ડ કરતો જોવા મળી રહ્યો છે.

1 19 એક કૂતરો જેણે હવામાં 13 હજાર ફૂટની ઉંચાઇ પરથી જંપ લગાવ્યો, Photos

મહામારીનો ભય / દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા કેસોની સરખામણીએ ડિસ્ચાર્જ થયેલા કેસોમાં વધારો

એક તરફ જ્યા ચીન પોતાના લશ્કરી કાફલામાં ખતરનાક મિસાઇલોની સંખ્યામાં વધારો કરી રહ્યું છે, તો બીજી તરફ તેનો પડોશી દેશ રશિયા કૂતરાઓને યુદ્ધ માટે તાલીમ આપી રહ્યું છે. ‘વોર ડોગ્સ’ તરીકે ઓળખાતા આ કૂતરાઓની કેટલીક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તેઓ 13000 ફૂટની ઉંચાઇથી પેરાસૂટની મદદથી જમીન પર લેન્ડ કરતા જોઇ શકાય છે. જે વીડિયો સામે આવ્યો છે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, સાથે જ લોકો તેના પર વિચિત્ર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. રશિયા તે વાતનું ટેસ્ટિંગ કરી રહ્યું છે કે, હેલિકોપ્ટર અથવા વિમાનો લેન્ડ ન કરી શકે તેવા વિસ્તારમાં કૂતરાઓને પેરાશૂટની સાથે ઉતારી શકાય. પહેલા ટેસ્ટ લેન્ડિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશન સાથે સંકળાયેલા ટેક્નોડિનામિકાએ એવા પેરાશૂટ વિકસિત કર્યા છે, જે પહેરીને સૈનિક પોતાના કૂતરાની સાથે તે વિસ્તારોમાં લેન્ડ કરી શકે જ્યા, વિમાન અથવા હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરવું અશક્ય છે.

1 20 એક કૂતરો જેણે હવામાં 13 હજાર ફૂટની ઉંચાઇ પરથી જંપ લગાવ્યો, Photos

રાજકારણ / મોંઘવારી પર રાહુલ ગાંધી બાદ હવે માયાવતીએ પણ સરકાર પર કર્યો શાંંબ્દિક પ્રહાર

ટેક્નોડિનામિકાએ મંગળવારે કહ્યું કે, આ નવા વિકસિત ડિવાઇસનું ટેસ્ટિંગ તેના અંતિમ તબક્કામાં છે. સોશિયલ મીડિયા પર પ્રકાશિત થયેલા વીડિયોમાં જર્મન શેફર્ડ કૂતરો 13,000 ફૂટની ઉંચાઇએ ઉડતા વિમાનમાંથી હવામાં કૂદકો લગાડતો જોવા મળી રહ્યો છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, આ ચાર પગવાળા પ્રાણીઓ ઘણીવાર સૈન્ય અને બચાવ કામગીરીમાં સામેલ થાય છે. પરંતુ કેટલીકવાર પગપાળા સ્થળે પહોંચવામાં લાંબો સમય લાગે છે, તેથી આને હેલિકોપ્ટર અથવા વિમાન દ્વારા ઉતારવું શક્ય બનાવવામાં આવી રહ્યુ છે.