OMG!/ લગ્નની પહેલી રાત્રિએ જ દુલ્હાને ખબર પડી કે દુલ્હન છે 5 મહિનાની ગર્ભવતી, પછી જે થયુ તે વાંચો

એક યુવક લગ્ન કર્યા પછી સુખી દામ્પત્ય જીવનનાં સપના જોઇ રહ્યો હતો. પરંતુ તેના સપના એક ક્ષણમાં ચકનાચૂર થઈ ગયા હતા. તેની પત્ની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું.

Ajab Gajab News
દુલ્હન નિકળી 5 મહિનાની ગર્ભવતી

એક યુવક લગ્ન કર્યા પછી સુખી દામ્પત્ય જીવનનાં સપના જોઇ રહ્યો હતો. પરંતુ તેના સપના એક ક્ષણમાં ચકનાચૂર થઈ ગયા હતા. તેની પત્ની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. મળી રહેલી માહિતી અનુસાર, તેણીનાં પેટમાં જોડીયા છે. જ્યારે યુવકે સાસરિયાઓને ફરિયાદ કરી તો તેઓએ યુવકને જ ધમકાવવાનું શરૂ કરી દીધુ. યુવક SSP ઓફિસે પહોંચ્યો અને સાસરિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી.

દુલ્હન નિકળી 5 મહિનાની ગર્ભવતી

આ પણ વાંચો – કોરોના અપડેટ / વિશ્વમાં કોરોનાની મહા સુનામી એક જ દિવસમાં કોરોનાના 18 લાખથી વધુ કેસ,જાણો સમગ્ર વિગત

આપને જણાવી દઇએ કે, લગ્ન જીવનની શરૂઆત પતિ-પત્ની માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ જો આ શરૂઆત ખરાબ થાય છે તો જોવા જેવુ થઇ જાય છે. ઉત્તર પ્રદેશનાં મેરઠમાં લગ્નની ખુશી ત્યારે અદૃશ્ય થઈ ગઈ જ્યારે પતિને ખબર પડી કે તેની પત્ની લગ્નનાં બે દિવસ પછી જ 5 મહિનાથી જોડિયા બાળકો સાથે ગર્ભવતી છે. આ સમાચારથી પરિવારમાં સનસનાટી મચી ગઈ હતી. જ્યારે પતિએ ઉતાવળમાં તેની માતાને આ માહિતી આપી તો તેને શંકા ગઈ. તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પછી, મહિલા 5 મહિનાનાં જોડિયા બાળકો સાથે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. પતિનો આરોપ છે કે જ્યારે તેણે તેની પત્નીની પ્રેગ્નન્સી વિશે સાસરિયાઓને કહ્યું તો સાસરિયાઓએ તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી. એટલું જ નહીં, હવે તેમની પાસેથી 10 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા છે. હવે તે વ્યક્તિ ન્યાયની આશામાં મેરઠ SSP ઓફિસ પહોંચી ગયો છે, જ્યાં તેણે લેખિત ફરિયાદ કરી છે અને આ મામલે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. વળી તેના પિતાએ જણાવ્યું કે, લગ્નની રાત્રે જ દુલ્હનએ તેના પુત્રને કહ્યું કે તેના પેટમાં દુખાવો થઇ રહ્યો છે. પરંતુ પછી કોઈનાં ધ્યાનમાં આ આવ્યું નહીં.

દુલ્હન નિકળી 5 મહિનાની ગર્ભવતી

આ પણ વાંચો – ગુજરાત /  8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂનો સમય લંબાવાયો, રાજ્યમાં ઓમિક્રોનની ગંભીરતા ખૂબ ઓછી : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

આ મામલે પતિને શંકા જતા તેણે આ વાત તેની માતાને જણાવી. જે બાદ પત્ની (નવ પરિણીત)ને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ જોઈને પતિ અને તેના પરિવારનાં સભ્યોનાં પગ નીચેથી જમીન સરકી ગઈ. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટમાં પુરુષની પત્ની 5 મહિનાની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું અને તેના પેટમાં જોડિયા બાળકો હોવાનું જાણવા મળ્યું. જોકે, પત્નીનાં પરિવારજનો આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે અને ઉલટા છોકરાને ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. હાલ તો આ કેસમાં પોલીસ અધિકારીઓએ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.