OMG!/ બે-ત્રણ નહીં 25 વર્ષની આ મહિલાએ એક સાથે 9 બાળકોને આપ્યો જન્મ, ડોકટરોના પણ ઉડી ગયા હોશ

તમે એક સાથે બે કે ત્રણ બાળકોને જન્મ આપતી સગર્ભા મહિલાઓની વાર્તાઓ સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલા એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો છે.

Ajab Gajab News Trending
A 51 બે-ત્રણ નહીં 25 વર્ષની આ મહિલાએ એક સાથે 9 બાળકોને આપ્યો જન્મ, ડોકટરોના પણ ઉડી ગયા હોશ

તમે એક સાથે બે કે ત્રણ બાળકોને જન્મ આપતી સગર્ભા મહિલાઓની વાર્તાઓ સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ મહિલા એકસાથે 9 બાળકોને જન્મ આપ્યો છે. જી હા, માલીમાં આ આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો છે. એક સાથે 9 બાળકોના જન્મની ઘટના એકદમ દુર્લભ માનવામાં આવે છે.

પશ્ચિમ આફ્રિકન દેશ માલીની સરકારે દાવો કર્યો છે કે ત્યાની એક મહિલા નાગરિકે એક સાથે 9 બાળકોને જન્મ આપ્યો છે. મહિલાને વધુ સારી સારવાર માટે મોરક્કો લાવવામાં આવી હતી. જો કે, મોરક્કન અધિકારીઓએ હજી સુધી આની પુષ્ટિ કરી નથી. માલીની સરકાર સારી સારવાર માટે 25 વર્ષીય હલીમા સિસેને મોરક્કો લાવી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે આ મહિલા 7 બાળકોને જન્મ આપશે, પરંતુ ડિલિવરી સમયે 9 બાળકો સાથે જન્મ આપ્યો છે.

આ પણ વાંચો :કોરોનાનાં કારણે ઉટ પર લગ્ન કરવા નિકળ્યા વરરાજા, ચર્ચાનો બન્યો વિષય

5 છોકરીઓ અને 4 છોકરાઓને આપ્યો જન્મ  

જો કે, મોરક્કન આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ આવી કોઈ પણ બાબતની જાણકારી આપવાનો ઇનકાર કર્યો છે. બીજી તરફ, માલી સરકારે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓપરેશન દ્વારા હલીમા સીસે 5 છોકરીઓ અને 4 છોકરાઓને જન્મ આપ્યો છે. મહિલા અને તમામ બાળકોની હાલત સારી છે. માલીના સ્વાસ્થ્ય મંત્રી ફેંટા સિવીએ માહિતી આપી હતી કે મહિલા થોડા અઠવાડિયામાં ઘરે પરત આવશે. માલીના આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે માલી અને મોરક્કો બંનેમાં અલ્ટ્રાસાઉન્ડથી બહાર આવ્યું છે કે હલીમા સાત બાળકોને જન્મ આપશે, પરંતુ પ્રસૂતિ સમયે 9 બાળકોનો જન્મ થયો હતો.

આ પણ વાંચો :આ સુંદર ખીણની મુલાકાત લેનાર વ્યક્તિ ક્યારેય પાછો આવતો નથી,જાણો શું છે તેનું રહસ્ય

આ પણ વાંચો :મેઘાલયમાં મળ્યા 10 કરોડ વર્ષ પહેલાના સોરોપોડ ડાયનાસોરના હાડકાં, થઇ રહીં છે રિચર્સ

kalmukho str 2 બે-ત્રણ નહીં 25 વર્ષની આ મહિલાએ એક સાથે 9 બાળકોને આપ્યો જન્મ, ડોકટરોના પણ ઉડી ગયા હોશ