Not Set/ કોરોનાની બીજી લહેરથી નિકળવા RBI એ 50 હજાર કરોડની સહાયની કરી ઘોષણા

કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરનાં કારણે દેશભરમાં લોકો મોટી મુસિબતમાં આવી ગયા છે. કોરોનાની બીજી લહેરે દેશની હેલ્થ સિસ્ટમની પોલ પૂરી રીતે ખોલી દીધી છે.

Top Stories India
123 89 કોરોનાની બીજી લહેરથી નિકળવા RBI એ 50 હજાર કરોડની સહાયની કરી ઘોષણા
  • RBI ગર્વનર શક્તિકાંત દાસનું નિવેદન,
  • કોરોનાથી અર્થતંત્રને થઇ અસર,
  • રસીકરણમાં સરકાર તેજી લાવી રહી છે,
  • બીજા વેવ સામે મજબુત પગલા ભરવાની જરૂર,
  • બીજા વેવમાં અર્થતંત્રને મુશ્કેલી વેઠવી પડી,
  • વર્તમાન સ્થિતિ પર સરકારની નજર,
  • પહેલા વેવ બાદ ઇકોનોમીમાં રિકવરી

કોરોના વાયરસ રોગચાળાની બીજી લહેરનાં કારણે દેશભરમાં લોકો મોટી મુસિબતમાં આવી ગયા છે. કોરોનાની બીજી લહેરે દેશની હેલ્થ સિસ્ટમની પોલ પૂરી રીતે ખોલી દીધી છે. લોકો આજે હોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટિલેટર અને દાવોની અછતનાં કારણે મોતને ભેટી રહ્યા છે, ત્યારે આ કપરા સમયે RBI લોકોની વ્હારે આવ્યુ છે.

મુલાકાત / ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે અમદાવાદની મુલાકાતે, ઓક્સિજન પ્લાન્ટ તેમજ આઇસોલેશન વોર્ડનું કરશે ઉદ્ઘાટન

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોના સંકટ વચ્ચે RBI ગવર્નર શક્તિકાંત દાસ આજે સવારે 10 વાગ્યે મીડિયાને સંબોધન કર્યુ હતુ. આપને જણાવી દઈએ કે, આરબીઆઈનાં ગવર્નરનું સંબોધન પહેલા જ નક્કી હતુ. આરબીઆઈએ તેની માહિતી ટ્વિટર દ્વારા શેર કરી હતી. આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કોરોના રોગચાળાની બીજી લહેરને કારણે અર્થવ્યવસ્થામાં મોટી અસર થઈ છે. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેર સામે મોટા પગલા લેવામાં આવે તે જરૂરી છે. શક્તિકંતા દાસે કહ્યું કે, કોરોનાથી પ્રભાવિત થયેલા ધંધાની મદદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારો થવાનાં સંકેતો છે. જો કે, કોરોનાને કારણે આઉટલુક અનિશ્ચિત છે. તેમણે કહ્યું કે સામાન્ય ચોમાસાની આગાહી સાથે ગ્રામીણ માંગ ચાલુ રહેવાની અપેક્ષા છે. શકિતિકાંત દાસે કહ્યું કે, કોરોનાની અત્યાર સુધીની મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર બહુ અસર થઈ નથી. તેમણે કહ્યું કે, આરબીઆઈ તમામ આંકડા પર નજર રાખી રહી છે. શક્તિકાંત દાસે તાત્કાલિક આરોગ્ય સેવા માટે 50 હજાર કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

નવજીવન: આજે મુંબઈની હોસ્પિટલમાં ધૈર્યરાજને મળશે નવજીવન,16 કરોડનું ઇન્જેક્શન અપાશે,

આરબીઆઈનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, સ્મોલ ફાઇનાન્સિંગ બેંકો માટે રૂ. 10 હજાર કરોડનું ટીએલટીઆરઓ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય સ્મોલ ફાઇનાન્સિંગ બેંકને 31 માર્ચ 2022 સુધી ટર્મ સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈનાં ગવર્નરે જણાવ્યું હતું કે, અગ્રતા ધરાવતા ક્ષેત્રો માટે ટૂંક સમયમાં લોન અને ઇન્સેન્ટિવની જોગવાઈ કરવામાં આવશે. ઉપરાંત, બેંકો અગ્રતા ધરાવતા ક્ષેત્રો માટે કોવિડ લોન બુક બનાવી શકે છે. શક્તિકંતા દાસે કહ્યું કે, નવા ગ્રાહકો માટે વીડિયો કેવાયસીની સુવિધી આપવામાં આવશે. રાજ્યો માટે ઓવરડ્રાફટ સુવિધાનો સમયગાળો વધારીને 50 દિવસ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, MPC ની આગામી બેઠક જૂનનાં પહેલા અઠવાડિયામાં યોજાશે.

majboor str 3 કોરોનાની બીજી લહેરથી નિકળવા RBI એ 50 હજાર કરોડની સહાયની કરી ઘોષણા