Not Set/ 19 નવે.થી ગુજરાત યુનિ.ની બીજા તબક્કાની પરીક્ષા, 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેસશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી તા. 19 નવેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં વિવિધ ફેકલ્ટીઓના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 22 ઓક્ટોબરથી પ્રથમ તબક્કાની પરીક્ષાઓ યોજાઈ હતી. દિવાળી વેકેશન બાદ ગુજરાત યુનિવ‌ર્સિટી સોમવારથી પુન: ધમધમતી થશે. જોકે નજીકના સમયમાં પરીક્ષાઓ શરૂ થતી હોવાથી યુનિ.માં […]

Top Stories Ahmedabad Gujarat Others Trending
Second phase of the examination will be started by Gujarat University from 19th November, More than three lakh students will sit

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી તા. 19 નવેમ્બરથી બીજા તબક્કાની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં વિવિધ ફેકલ્ટીઓના ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 22 ઓક્ટોબરથી પ્રથમ તબક્કાની પરીક્ષાઓ યોજાઈ હતી.

દિવાળી વેકેશન બાદ ગુજરાત યુનિવ‌ર્સિટી સોમવારથી પુન: ધમધમતી થશે. જોકે નજીકના સમયમાં પરીક્ષાઓ શરૂ થતી હોવાથી યુનિ.માં વિદ્યાર્થીઓ પરીક્ષાલક્ષી તૈયારીઓ કરવા આવશે. યુનિવર્સિટીમાં તા. ૧૩ નવેમ્બરના રોજથી વિદ્યાર્થીઓનું શૈક્ષ‌િણક કાર્ય પુન: શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીનો પરીક્ષાનો પ્રથમ તબક્કો ઓક્ટોબરમાં પૂરો થઈ ગયો હતો.

જો કે ત્યાર બાદ દિવાળી વેકશન પડી જતાં હવે આગામી તા. ૧૯ નવેમ્બરથી યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીઓની ર૭ જેટલી પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે દરેક કેન્દ્ર પર ઓબ્ઝર્વર મૂકવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કા માટેની જુદી- જુદી ફેકલ્ટીઓના અલગ અલગ સેમેસ્ટરની પરીક્ષા યોજવામાં આવનાર છે, જેમાં બી.એ. (બી.એડ.), બી.એ., બી.એ.(હોમ સાયન્સ) સેમેસ્ટર-૧, ૩, બી.એ.(ઇન્ટિરિયર ડિઝાઇન) સેમેસ્ટર-૧, ૩ અને પ, બી.એ.(એલએલબી) સેમેસ્ટર-૪ અને ૮, બી.બી.એ., બી.સી.એ., બી.કોમ. સેમેસ્ટર-૧, 3 અને ૫, બેચલર ઓફ પર્ફોર્મિંગ આર્ટસ સેમેસ્ટર-૧, બી.પી.એડ.સેમેસ્ટર-૧ અને ર, બી.આર.એસ. સેમેસ્ટર-૧, બી.એસસી. સેમેસ્ટર-૩ની પરીક્ષા યોજવામાં આવશે.

આ સાથે બી.એસસી(હોમ સાયન્સ) સેમેસ્ટર-૧, બીએસસી (આઇટી) સેમેસ્ટર-૩, બી.એસ.ડબલ્યુ સેમેસ્ટર-૧, બી.વોક. સેમેસ્ટર-૧, ડિપ્લોમા ઇન યોગા એજ્યુકેશન સેમેસ્ટર-૧ અને ર, અંગ્રેજી કસોટી, એલએલ.બી. સેમેસ્ટર-૧, એમ.સી.એ. સેમેસ્ટર-૩ અને પ, એમ.પી.એડ સેમેસ્ટર-૧ અને ૩, એમ.ફીલ.(ફિઝિકલ એજ્યુકેશન) સેમેસ્ટર-૧ અને ર, એમ.એસસી.(ઇ.સી.આઇ.)સેમેસ્ટર- ૧, ૩ અને પ, તેમજ એમ.એસસી.(આઇટી) સેમેસ્ટર-૩ની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાઓમાં ગેરરીતિને અટકાવવા માટે યુનિવર્સિટી દ્વારા દરેક કેન્દ્ર પર ઓબ્ઝર્વર મુકવામાં આવશે.

પ્રથમ તબક્કાની પરીક્ષા ઓક્ટોબરમાં પૂરી થયા બાદ તેના પેપરોનું એસેસમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ દિવાળી વેકેશનનાં કારણે યુનિવર્સિટીમાં તા.પ થી ૧૩ સુધી રજા જાહેર કરવામાં આવ્યા પછી હવે તા. ૧૩મીથી પેપરોના એસેસમેન્ટની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવશે.