Crime/ મોબાઇલ પર વાત કર્યા બાદ મહિલાએ એવું પગલું ભર્યુ કે..અડધી રાત્રે દરવાજો ખોલતા જ દંગ રહી ગયો દિયર

ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પરિણીત મહિલાએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે તેણે તેના પતિ સાથે કલાકો સુધી વાત કરી હતી અને ત્યારબાદ ફાંસી લગાવી દીધી હતી. રાત્રે બાળકોનો રડવાનો અવાજ આવ્યો ત્યારે પરિવાર રુમમાં ગયો, દ્રશ્યો જોઇને પરિવારજનો ચોંકી ગયા, ત્યારે […]

India
patni room મોબાઇલ પર વાત કર્યા બાદ મહિલાએ એવું પગલું ભર્યુ કે..અડધી રાત્રે દરવાજો ખોલતા જ દંગ રહી ગયો દિયર

ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક પરિણીત મહિલાએ ફાંસી લગાવીને પોતાનો જીવ આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે તેણે તેના પતિ સાથે કલાકો સુધી વાત કરી હતી અને ત્યારબાદ ફાંસી લગાવી દીધી હતી. રાત્રે બાળકોનો રડવાનો અવાજ આવ્યો ત્યારે પરિવાર રુમમાં ગયો, દ્રશ્યો જોઇને પરિવારજનો ચોંકી ગયા, ત્યારે માતા પંખા સાથે લટકતી મળી આવી. જ્યારે પરિવારના સભ્યો તેને પંખાથી નીચે ઉતારી તો તેનું મોત થઇ ગયું હતુ.

woman suicide after family men stopped her talking on mobile in deoria -  मोबाइल पर बात करने पर परिवारवालों ने डांटा तो युवती ने दे दी जान

સાતમાં ધોરણના વિદ્યાર્થી સાથે ફરાર થઇ 3 બાળકોની માતા, છોકરાની ઉંમર માત્ર 15 વર્ષ

આ છે સમગ્ર મામલો
દેવરિયા જિલ્લાના રુદ્રપુર કોટવાલી વિસ્તારમાં રહેતો સૂરજ ગુજરાતમાં પેઇન્ટિંગનું કામ કરે છે. તેની પત્ની સુનિતા ગામમાં બે બાળકો સાથે રહેતી હતી. સાસુ અને એક ભાભી પણ આ મકાનમાં રહેતા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવારે રાત્રે લગભગ 9 વાગ્યે સુનિતા તેના પતિ સાથે ફોન પર વાત કરી હતી. પછી તે તેના રૂમમાં ગઈ. રાતના અગિયાર વાગ્યે બાળકોનો પોકાર સંભળાયો. સુનીતાનો દિયર આ સમયે જાગી ગયો, પણ અંદરથી સુનીતાએ કોઈ પ્રતિક્રિયા આપી નહીં.

લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત મનાવવા તૈયાર ન હતી પત્ની, મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો નિકળી કિન્નર

બાદમાં તેને ઘરના તમામ સભ્યોને જગાડ્યા અને બારીમાંથી ડોકિયું કરી રુમમાં જોયું, સુનિતા સાડી વીંટાયેલી પંખા સાથે લટકતી હતી. જ્યારે ઘરના સાથીઓએ દરવાજો તોડીને સુનિતાને પંખાથી નીચે ઉતારી ત્યારે તેણીનું મોત થઇ ગયું હતુ.

આ માહિતી મૃતકના પિયરવાળાને આપી હતી. મૃતકના પિયરના સભ્યો અડધી રાત્રે જ પહોંચ્યા હતા. ઘરવાળાઓએ પોલીસને પણ જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.