આંદોલન/ કિસાન સંગઠને કેન્દ્ર સરકારના પ્રસ્તાવને કર્યો ખારિજ, મંત્રણા નિષ્ફળ,ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત

હરિયાણાના શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે

Top Stories India
5 1 1 કિસાન સંગઠને કેન્દ્ર સરકારના પ્રસ્તાવને કર્યો ખારિજ, મંત્રણા નિષ્ફળ,ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ યથાવત

કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે ખેડૂતોના આંદોલનમાં જોડાયેલા સંગઠનોની ચોથી બેઠક પણ અનિર્ણિત રહી છે. હરિયાણાના શંભુ બોર્ડર પર પ્રેસ કોન્ફરન્સ કરીને ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્ર સરકાર સાથેની વાતચીતના બીજા દિવસે એટલે કે સોમવારે (19 ફેબ્રુઆરી) ખેડૂત સંગઠનોએ કહ્યું કે અમે બેઠકમાં સરકારના પ્રસ્તાવ પર ચર્ચા કરી. સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવને ધ્યાનથી જોવામાં આવે તો તેમાં કશું જ દેખાતું નથી. ‘MSP સરકાર પર બોજ નહીં પડે’ ખેડૂત સંગઠનો તરફથી કહેવામાં આવ્યું છે કે MSP પરનો કાયદો સરકાર પર કોઈ બોજ નથી નાખતો. ખેડૂતોના આંદોલનમાં સામેલ સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે અમે સરકારના પ્રસ્તાવને સ્વીકારતા નથી. ’23 પાક પર એમએસપી લાગુ થવી જોઈએ’

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે કેન્દ્ર સરકારે દેશભરમાં 23 પાક પર MSP લાગુ કરવી જોઈએ. તેમણે કહ્યું કે આ પ્રસ્તાવ ખેડૂતોના હિતમાં નથી, અમે તેને રદ કરીએ છીએ. તેમણે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. અમે MSP પર ગેરંટી જોઈએ છે. ‘ખેડૂતોના મુદ્દે સરકાર ગંભીર નથી’ પંઢેરે કહ્યું કે અમે મીટીંગમાં જઈએ છીએ તો સરકારના મંત્રીઓ 3 કલાક પછી આવે છે. આ દર્શાવે છે કે ભારત સરકાર ખેડૂતોના મુદ્દે કેટલી ગંભીર છે. તેમણે કહ્યું કે 21 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કરશે.