Not Set/ છોટાઉદેપુર : નાની ખાંડી સિંચાઇ યોજનાનું તળાવ ફાટયું, અનેક ગામમાં પાણી ઘુસ્યા

ગુજરાતભરમાં હાલ વરસાદનો ભારે વરતારો જોવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર મેઘો આવીરત પણે વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદનાં પગલે આ વિસ્તારોનાં લગભગ નદી-નાળા બેં કાંઠે વહી રહ્યા છે. તમામ નાનાં, માટાં ડેમ-તલાવડીઓ, ચેકડેમો ભરાય ગયા છે. હાલ પણ ઉપરવાસમાંમ ભારે વરસાદનાં પગલે પાણીની આવક અવીરત નોંધવામા આવી […]

Top Stories Gujarat Others
chup છોટાઉદેપુર : નાની ખાંડી સિંચાઇ યોજનાનું તળાવ ફાટયું, અનેક ગામમાં પાણી ઘુસ્યા

ગુજરાતભરમાં હાલ વરસાદનો ભારે વરતારો જોવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાત પર મેઘો આવીરત પણે વરસી રહ્યો છે ત્યારે ભારે વરસાદનાં પગલે આ વિસ્તારોનાં લગભગ નદી-નાળા બેં કાંઠે વહી રહ્યા છે. તમામ નાનાં, માટાં ડેમ-તલાવડીઓ, ચેકડેમો ભરાય ગયા છે. હાલ પણ ઉપરવાસમાંમ ભારે વરસાદનાં પગલે પાણીની આવક અવીરત નોંધવામા આવી રહી છે. ત્યારે છોટાઉદેપુરન પાવીજેતપુરનાં નાની ખાંડી ગામે આવેલા નાનિખાડી સિંચાઇ યોજનાનું તળાવ ફાટયું હોવાની ઘટના સામે આવી છે.

મહત્વનું છે કે, છોટાઉદેપુરનાં પાવીજેતપુરનાં નાની ખાંડી ગામે આવેલા સિંચાઈ તળાવમાં ભંગાણ સર્જાતા, 30 ફુટનું ગાબડૂ પડતા ભારે તારાજી સર્જાઇ છે. નાની ખાંડી, પાની, વડોથ ગામમાં પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ આ ઘટનાથી લાઇટનાં થાંભલા પડી જતા અંધારપટ પણ સર્જાયો હતો.

chup.PNG1 છોટાઉદેપુર : નાની ખાંડી સિંચાઇ યોજનાનું તળાવ ફાટયું, અનેક ગામમાં પાણી ઘુસ્યા

સિંચાઈ તળાવમાં ભંગાણ સર્જાવાનાં કારણે ભીખાપુરાથી પાવીજેતપુરનનો રસ્તો બંધ કરી દેવામા આવ્યો છે. પુરમાં કેટલાય પશુઓનાં ઘાસચારો સહિત ઘર વખરી અને બીજો સામાન તણાય ગયો હોવાનું સામે આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ કલેક્ટર, નાયબ DDO , પાવીજેતપુર મામલતદાર , DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ છોટાઉદેપુરનાં પાવીજેતપુરનાં નાની ખાંડી ગામે દોળી આવ્યા હતા અને સ્થળ ઉપર રાહત અને બચાવ તેમજ વ્યવસ્થાપન કાર્ય આગળ વધારવાની કાર્યવાહી હાથધરી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.