Earth Quake/ રાજકોટમાં 3.5ની તીવ્રતાનો ભૂંકપ,ગોંડલથી 14 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ

ગુજરાતના રાજકોટમાં ભૂકંપનો આંચટકા અનુભવાયા છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે

Top Stories Gujarat
7 રાજકોટમાં 3.5ની તીવ્રતાનો ભૂંકપ,ગોંડલથી 14 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ

રાજકોટના ગોંડલની ધરા ધ્રુજી
ગોંડલમાં ભુકંપનો આચંકો અનુભવાયો
3.5ની તીવ્રતાનો ભુકંપનો આંચકો
ગોંડલથી 14 કિ.મી દુર કેન્દ્ર બિંદું

ગુજરાતના રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયાે છે,રાજકોટના ગોંડલની ધરા ધ્રુજી છે.  જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ છે,આ ભૂંકપની તીવ્રતા 3.5ની હતી. તેનું કેન્દ્ર બિંદુ ગોંડલથી 14 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.આ ભૂંકપના લીધે લોકોમાં એક ડરનો માહોલ જોવા મળ્યો હતો.

જાણો ભૂકંપ કેવી રીતે આવે છે? 
પૃથ્વીની અંદર સાત પ્લેટ હોય છે કે જે સતત ફરતી રહે છે. જો આ પ્લેટો અચાનક જ અથડાય તો તુરંત ભૂકંપ આવે છે. તેને એવી રીતે સમજીએ કે, પ્લેટો અંદરોઅંદર અથડાય છે ત્યારે ફોલ્ટ લાઇન ઝોન રચાય છે. ત્યારબાદ સપાટીના ખૂણાઓ વળી જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે દબાણ વધે છે અને પ્લેટો તૂટવા લાગે છે. આ પ્લેટો તૂટવાના કારણે અંદર રહેલી ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે જેના કારણે ધરતી ધ્રુજે છે કે જેને ‘ભૂકંપ’ કહેવાય છે.

મહત્વનું છે કે, ગુજરાત અને ગુજરાતમાં ખાસ કરીને કચ્છ સદીઓથી ભૂકંપની વધુ શક્યતાવાળા વિસ્તારમાં છે. પૃથ્વી કરોડો વર્ષોથી એક સપાટ મેદાન પર બની નથી પણ ધરતીના વિશાળકાય પ્લેટ જોડાઈને બની છે. હિમાલીયન કોલાઈઝન ઝોનમાં આવેલ ગુજરાતમાં ભૂકંપનું કારણ ભારતીય પ્લેટ ઉત્તર તરફ ખસે છે, જ્યાં યુરેશિયન પ્લેટ સાથે અથડામણ થતા મોટા ભૂકંપ આવે છે.