duty/ સુરતના 1200 શિક્ષકોને કોવિડની ડયુટી પર લગાવ્યા

શિક્ષકો હવે કોવિડની પણ ફરજ નિભાવશે

Surat
teacher સુરતના 1200 શિક્ષકોને કોવિડની ડયુટી પર લગાવ્યા

રાજ્યના શિક્ષકો હવે કોવિડ-19ની ડયુટી પર જોવા મળશે. ધોર ણ 1 થી 9માં માસ પ્રમોસન જાહેર કરતા હવે શિક્ષકો કોવિડ-19ની ફરજ નિભાવશે. આજે ડીઇઓએ સુરત શહેરની ગ્રાન્ટેડ શાળાના 1200 શિક્ષકોને કોવિડની ડ્યુટી સોપવાતા અંદરો-અંદર ચર્ચાઓ શરૃ થઇ ગઇ છે.

કોરોનાના કારણો વિશ્વની સાથે સુરતની હાલત પણ કફોડી થઇ ગઇ છે. જેના કારણે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ સુરતની સ્થિતી કઇ ખાસ સારી નથી. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ શાળાઓ શરૃ થઇ શકી નથી. જેના કારણે સરકારે આ વર્ષે પણ પરિક્ષા નહીં લેવાનો નિર્ણય લેઇને શીક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થિઓની મુશ્કેલીઓનો હલ લાવી દીધો છે.જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસમાંએ મહાનગર પાલિકાના 1200 શિક્ષકોની યાદી મોકલી આપી છે.તમામ 1200 શિક્ષકોના નામો કમિશનરને મોકલી આપવામાં આવ્યાં છે. વેકસીન,માઇક્રો ક્નટેન્મેન્ટ ઝોન,સર્વેલન્સ,અને બેરિકેડીંગ,જેવી કામગીરી સોપવામાં આવશે.