સુરત/ અમરોલીમાં ડબલ મર્ડર, ગરબાના ઝઘડામાં સગાભાઈઓની ઘાતકી હત્યા

સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની હતી રાત્રિ દરમિયાન ગરબા ચાલતા હતા તે દરમિયાન બાઈક લઇ પસાર થવા બાબતે ત્રણ જેટલા લોકોએ એક યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો

Top Stories Gujarat Surat
ડબલ મર્ડર

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના બની હતી રાત્રિ દરમિયાન ગરબા ચાલતા હતા તે દરમિયાન બાઈક લઇ પસાર થવા બાબતે ત્રણ જેટલા લોકોએ એક યુવક પર ચપ્પુથી હુમલો કર્યો હતો જેને બચાવવા માટે તેમનો મોટો ભાઈ જતા તેમને પણ ચપ્પુ મારી લીધું હતું. ગંભીર રીતે ઘાયલ બને ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં બંનેના મોત થયા હતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ત્રણ જેટલા આરોપીની અટકાયત કરી હતી.

Untitled 14 12 અમરોલીમાં ડબલ મર્ડર, ગરબાના ઝઘડામાં સગાભાઈઓની ઘાતકી હત્યા

સુરતના અમરોલી વિસ્તારમાં ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી હતી સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ આવાસમાં એચ ફાઈવ વિભાગમાં ખૂની ખેલ ખેલાયો હતો રાત્રિ દરમિયાન ગરબા ચાલુ હતા તે દરમિયાન સ્થાનિકોએ રોડ પર વાહનો આડા મૂકી રોડ બ્લોક કર્યો હતો જેથી ત્રણ જેટલા ઈસમો બાઇક લઈને ત્યાંથી પસાર થયા હતા. રોડ બ્લોક હોવાના કારણે ત્રણેય લોકોએ માથાકૂટ કરી હતી જેથી રાહુલ વચ્ચે પડ્યો હતો તો કે ત્યારબાદ આ ત્રણેય સમો ત્યાંથી પસાર થઈ ગયા હતા.

થોડીવાર બાદ જ ત્રણે ઈસમો ફરીથી ત્યાં આવ્યા હતા અને રાહુલને સાઈડમાં બોલાવી સીધો ચપ્પુ થી હુમલો કર્યો હતો રાહુલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેના મોટાભાઈ પ્રવીણ તેમને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા જ્યારે હત્યારાઓએ તેમને પણ ચપ્પુ મારી દીધું હતું.

Untitled 14 13 અમરોલીમાં ડબલ મર્ડર, ગરબાના ઝઘડામાં સગાભાઈઓની ઘાતકી હત્યા

જેથી બંને હાલતમાં ઢળી પડ્યા હતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક જ બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં  ટૂંકી સારવાર દરમિયાન રાહુલ અને પ્રવીણ બંને ભાઈઓનું મોત થયું હતું. ઘટનાને પગલે તાત્કાલિક જ પોલીસે હત્યાનો ગુનો નોંધી પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન પોલીસે ત્રણ જેટલા ઈસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 અમરોલીમાં ડબલ મર્ડર, ગરબાના ઝઘડામાં સગાભાઈઓની ઘાતકી હત્યા


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર