Not Set/ #MeTooના લપેટામાં આવેલા એમ જે અકબરે તોડ્યું મૌન, કહ્યું, પોતાના પર લાગેલા આરોપો છે પાયાવિહોણા

નવી દિલ્હી, દેશભરમાં યૌન શોષણ વિરુધ શરુ થયેલા #MeToo અભિયાનના સુનામીમાં ફસાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે પોતાના પાર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી છે. એમ જે અકબરે કહ્યું હતું કે, “તથ્ય વિનાના આરોપ એક બુખાર બની ગયા છે અને પોતાના પર લાગેલા તમામ આરોપો પાયા વિહોણા છે. આ આરોપો અંગે તેઓ સખ્ત કાયદાકીય કાર્યવાહી કરશે”. […]

Top Stories India Trending
m j akabar #MeTooના લપેટામાં આવેલા એમ જે અકબરે તોડ્યું મૌન, કહ્યું, પોતાના પર લાગેલા આરોપો છે પાયાવિહોણા

નવી દિલ્હી,

દેશભરમાં યૌન શોષણ વિરુધ શરુ થયેલા #MeToo અભિયાનના સુનામીમાં ફસાયેલા કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ જે અકબરે પોતાના પાર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી છે.

એમ જે અકબરે કહ્યું હતું કે, “તથ્ય વિનાના આરોપ એક બુખાર બની ગયા છે અને પોતાના પર લાગેલા તમામ આરોપો પાયા વિહોણા છે. આ આરોપો અંગે તેઓ સખ્ત કાયદાકીય કાર્યવાહી કરશે”.

રવિવારે નાઈજીરિયાથી પાછા ફર્યા બાદ વિદેશ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, “તથ્ય વિના આરોપ કેટલાક વર્ગના લોકો માટે એક બુખાર બની ગયો છે,જે પણ મામલો હોય, હવે હું પાછો ફર્યો છું, મારા વકીલ આ તમામ આધારહીન આરોપોને લઇ આગળની કાર્યવાહી કરશે.

આ ઉપરાંત તેઓએ સવાલ કર્યો હતો કે, લોકસભાની ચુંટણી પહેલાના થોડાક મહિનાઓ અગાઉ જ આ પ્રકારનું તુફાન શા માટે ઉભું થયું છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, ખોટા આરોપોને કોઈ પગ હોતા નથી, પરંતુ એમાં ઝેર જ હોય છે. તેઓ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરશે.

વરિષ્ટ પત્રકાર પ્રિયા રમાની દ્વારા લગાવવામાં આરોપો અંગે તેઓએ કહ્યું, “પત્રકાર પ્રિયા રમાની દ્વારા આ કેમ્પેઈન એક વર્ષ પહેલા પત્રિકાના માધ્યમથી શરુ કરવામાં આવ્યું હતું. જેમાં મારા નામનો ઉલ્લેખ કરાયો ન હતો, કારણ કે તેઓ જાણતા હતા કે, તેઓની કહાની ખોટી છે”.

અકબરે કહ્યું હતું કે, “હું એ કઈ જ કર્યું નથી તો આ માહિતી શું છે? પરંતુ આ તમામ આરોપોની અટકળો થી એક અપમાનજનક વાતાવરણ ઉભું કરવામાં આવી રહ્યું છે”.

શું હતો આ મામલો  ?

વરિષ્ટ પત્રકાર પ્રિયા રમાનીએ સોમવારે ટ્વિટ કર્યું હતું કે, “અંગ્રેજી પત્રિકા વોગમાં “હાર્વે વિન્સિટન્સ ઓફ ધ વર્લ્ડ” નામના લેખમાં તેઓએ જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો છે તે એમ જે અકબર છે”.

જો કે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા જુનિયર મિનિસ્ટર લાગેલા આ આરોપો અંગે ચૂપકીદી શાધવામાં આવી છે.

પ્રિયા રામાનીએ જણાવ્યું હતું કે, “હોટલના એક રૂમમાં હું એ તેમનું ઇન્ટરવ્યુ લીધું હતું અને તેઓએ શરાબની ઓફર કરી હતી. ત્યારબાદ તેઓએ બેડ ઉપર તેઓની પાસે બેસવા માટે કહ્યું હતું.

આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, એમ જે અકબર અશ્લીલ ફોન કોલ્સ, મેસેજ અને ટિપ્પણી કરવામાં માહિર છે અને આ દરમિયાન તેઓએ હિન્દી ગીતો પણ ગાયા હતા.

મોદી સરકાર છે એકશનમાં 

આ કેમ્પેઈન હેઠળ સતત સામે આવી રહેલી જાતીય સતામણીની ફરિયાદો અંગે મોદી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી સરકારમાં મહિલા અને બાદ વિકાસ મંત્રી મેનકા ગાંધી હેઠળ સામે આવી રહેલી ફરિયાદોની તપાસ કરાવવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય કર્યો છે.