Not Set/ Mi – 17 હેલિકોપ્ટરને તોડી પડનાર વાયુસેનાનાં બે અધિકારીઓ કોર્ટ માર્શલ થશે

બાલાકોટ ઓપરેશનનાં સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના બે અધિકારીઓ દ્વારા મિસાઇલથી ભારતનાં જ એમ -17 હેલિકોપ્ટરને તોડી પાડવાનાં મામલે બનેં અધિકારીઓનું  કોર્ટ માર્શલ કરાશે. હોલિકોપ્ટર તોડી પાડવાનાં મામલમાં 27 ફેબ્રુઆરીએ બડગામ નજીક શ્રીનગરમાં, એરફોર્સના 6 જવાનો શહીદ થયા હતા અને એક સામાન્ય નાગરિક પણ માર્યો ગયો હતો. આ કેસમાં ચાર અધિકારીઓ સામે વહીવટી કાર્યવાહી પણ કરવામાં […]

Top Stories India
helicopter Mi - 17 હેલિકોપ્ટરને તોડી પડનાર વાયુસેનાનાં બે અધિકારીઓ કોર્ટ માર્શલ થશે

બાલાકોટ ઓપરેશનનાં સમયગાળા દરમિયાન ભારતીય વાયુસેનાના બે અધિકારીઓ દ્વારા મિસાઇલથી ભારતનાં જ એમ -17 હેલિકોપ્ટરને તોડી પાડવાનાં મામલે બનેં અધિકારીઓનું  કોર્ટ માર્શલ કરાશે. હોલિકોપ્ટર તોડી પાડવાનાં મામલમાં 27 ફેબ્રુઆરીએ બડગામ નજીક શ્રીનગરમાં, એરફોર્સના 6 જવાનો શહીદ થયા હતા અને એક સામાન્ય નાગરિક પણ માર્યો ગયો હતો. આ કેસમાં ચાર અધિકારીઓ સામે વહીવટી કાર્યવાહી પણ કરવામાં આવશે. આમાં બે એર કમોડોર્સ (આર્મીમાં બ્રિગેડિયર્સની સમકક્ષ) અને બે ફ્લાઇટ લેફ્ટનન્ટ્સ (આર્મીમાં કેપ્ટનોની સમકક્ષ) શામેલ છે.

સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે, બેદરકારી બદલ ગ્રુપ કેપ્ટન અને વિંગ કમાન્ડર રેન્કના બે અધિકારીઓને કોર્ટ માર્શલ કરવામાં આવશે. શ્રીનગર સ્થિત 154 હેલિકોપ્ટર યુનિટનું આ હેલિકોપ્ટર ટેકઓફ થયાના માત્ર 10 મિનિટ બાદ અકસ્માતનો ભોગ બન્યું હતું. જ્યારે, આ ઘટના બને ત્યાંથી આશરે 100 કિમી દૂર પાકિસ્તાની લડાકુ વિમાનોએ ભારતમાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સહિતના ભારતીય પાઇલટ્સે ભગાડ્યા હતા.
પદ સંભાળ્યા પછી તરત જ, એરફોર્સના નવનિયુક્ત વડા આર.કે.એસ. ભદૌરીયાએ કહ્યું કે વાયુસેનાએ આકસ્મિક રીતે તેનું પોતનુું જ હેલિકોપ્ટર તોડી પાડ્યું હતું અને આ મામલે કોર્ટ ઓફ ઇન્કવાયરી પૂર્ણ થઈ ગઈ છે. સ્ક્વોડ્રોન લિડર સિદ્ધાર્થ વશિષ્ઠ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિ માટે હેલિકોપ્ટર ઉડાવી રહ્યો હતો.
નોંધનીય છે કે ભારતીય સેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટ ખાતે હવાઈ હુમલો કર્યો હતો. બીજા દિવસે પાકિસ્તાને ભારતીય સૈન્ય મથકો પર હવાઈ હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તે દિવસે, ભારતીય વાયુસેનાએ આકસ્મિક રીતે તેનું પોતાનું એક હેલિકોપ્ટર, એમ આઇ-17 હેલિકોપ્ટરને ગોળી મારી દીધું હતું, જેમાં 6 અધિકારીઓ માર્યા ગયા હતા અને એક નાગરિક માર્યો ગયો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Mantavyanews