Not Set/ ચીને અવકાશમાં મહા વિનાશક મિસાઇલનું કર્યું પરિક્ષણ

ચીને અવકાશમાંથી નવી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રિપોર્ટમાં અનેક સ્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચીને આ વર્ષે ઓગસ્ટમાં આ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું

Top Stories
chhhhhhhinanana ચીને અવકાશમાં મહા વિનાશક મિસાઇલનું કર્યું પરિક્ષણ

વિશ્વ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની ઈચ્છાથી આંધળા થઈ ગયેલા ચીને હવે અંતરિક્ષ તરફ પગ વધારવાનું શરૂ કર્યું છે. એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને અવકાશમાંથી નવી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. રિપોર્ટમાં અનેક સ્રોતોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ચીને આ વર્ષે ઓગસ્ટમાં આ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું

ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલ મુજબ, આ પરમાણુ સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, મિસાઇલ પૃથ્વીની નીચલી કક્ષા અથવા નીચી ભ્રમણકક્ષામાં ભ્રમણ કરે છે. જો કે, પરીક્ષણ તેના લક્ષ્યને માત્ર 32 કિમી દૂર ચૂકી ગયું.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હાઈપરસોનિક મિસાઈલ બનાવવામાં ચીનની પ્રગતિએ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને આશ્ચર્યમાં મૂકી દીધી છે. ચીન ઉપરાંત અમેરિકા, રશિયા અને ઓછામાં ઓછા પાંચ દેશો હાલમાં હાઈપરસોનિક ટેકનોલોજી પર કામ કરી રહ્યા છે.

હાઇપરસોનિક મિસાઇલો પરંપરાગત બેલિસ્ટિક મિસાઇલોની જેમ પરમાણુ હથિયારો લઇ જઇ શકે છે. હાયપરસોનિક મિસાઇલો તે છે જે અવાજની ગતિથી પાંચ ગણી સ્પીડથી ચાલે  છે. જો કે, બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે બેલિસ્ટિક મિસાઇલો અવકાશમાં ઉંચી ઉડી શકે છે જ્યારે હાયપરસોનિક મિસાઇલો વાતાવરણમાં ઘણી ઓછી મુસાફરી કરી શકે છે અને તેમના લક્ષ્યને ખૂબ ઝડપથી પહોંચી શકે છે.

હાયપરસોનિક મિસાઇલોને શોધવી અને નાશ કરવી ઘણી વાર મુશ્કેલ હોય છે. જો કે યુએસ જેવા દેશોએ ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલો સામે રક્ષણ આપતી સિસ્ટમો વિકસાવી છે, હાઇપરસોનિક મિસાઇલોને ટ્રેક અને નાશ કરવાની સિસ્ટમો હજી વિકસાવવામાં આવી નથી.

ઉલ્કેલેખની છે કે ચીનનું આ પરીક્ષણ એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા સાથે તેના સંબંધો તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે અને બેઈજિંગે તાઈવાન નજીક સૈન્ય પ્રવૃત્તિઓ વધારી છે.