Not Set/ એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે ભારતનો સપાટો, સુમિત અંટિલએ જીત્યો ગોલ્ડ મેડલ

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતની સ્વપ્નની યાત્રા ચાલુ છે. જ્વેલીન થ્રોમાં સુમિત અંટિલે ગોલ્ડ ભાલો ફેંક્યો છે. સોમવારે F64 વર્ગના સુમિત અંટિલે હરિયાણાના સોનીપતના ખેવડા ગામન સાથે દેશનું નામ રોશન કર્યું  છે. પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને નામ રોશન કર્યું.

Top Stories Sports
સુમિત અંટિલ

હરિયાણાના લાલ સુમિત અંટિલે આશ્ચર્યજનક સિદ્ધિ હાસિલ કરી છે. સુમિત અંટિલે સુવર્ણ ભાલા ફેંક્યા અને ભારતને પેરાલિમ્પિક્સમાં સાતમો મેડલ અપાવ્યો છે. સાથે નવો વિશ્વ વિક્રમ પણ બનાવ્યો છે.

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતની સ્વપ્નની યાત્રા ચાલુ છે. જ્વેલીન થ્રોમાં સુમિત અંટિલે ગોલ્ડ ભાલો ફેંક્યો છે. સોમવારે F64 વર્ગના સુમિત અંટિલે હરિયાણાના સોનીપતના ખેવડા ગામન સાથે દેશનું નામ રોશન કર્યું  છે. પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને નામ રોશન કર્યું.

સુમિત અંટિલે  મેડલ સાથે નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. સુમિતે 68.55 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો કર્યો છે. આમ ભારતીય ઈતિહાસ માં આજનો દિવસ સુવર્ણ દિવસ બન્યો છે ટોક્યો પેરાઓલિમ્પિકમાં આજે ભારતે બે ગોલ્ડ મેળવ્યા છે.

2015 માં માર્ગ અકસ્માતમાં એક પગ ગુમાવનાર સુમિતે કેટલાક મહિનાઓ હોસ્પિટલમાં સારવારમાં વિતાવ્યા હતા. 2016 માં તેમને પુણેમાં નકલી પગ લગાવવામાં આવ્યો હતો.

 

આ સાથે  ભારતને પેરાઓલિમ્પિકમાં હવે કુલ 7 મેડલ માળિયા છે. જે આ રમતોના ઇતિહાસમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ છે. વહેલી સવારે સ્ટાર ખેલાડી અને બે વખત ગોલ્ડ મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાઝરીયાએ સિલ્વર જીત્યો હતો. તો ભારતની અવની લેખારાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલાઓની 10 મીટર એર ઇવેન્ટ SH-1 માં આ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ હતો.

વિનોદે પેરાલિમ્પિક્સ બ્રોન્ઝ ગુમાવ્યો

પુરુષોની બરછી ફેંક F46 સ્પર્ધામાં સુંદરસિંહ ગુર્જરે ઝાંઝરીયા પાછળ ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો. યોગેશ કથુનિયા ડિસ્ક થ્રોમાં બીજા સ્થાને રહ્યો.