Not Set/ દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે કથળી, લાખો લોકોના સવાસ્થ્ય જોખમમાં

દિલ્લીમાં હવાના પ્રદુષણનો વધતો જતો વેગ અટકવાનું નામ જ નથી લઇ રહી. શનિવારે સવારે નેશનલ કેપિટલની એર ક્વોલીટી ઘણી ખરાબ નોંધાઈ છે. એવું પણ લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આના કરતા પણ ખરાબ હવાની ગુણવત્તા નોંધાઈ શકે છે. SAFARએ કહ્યું હતું કે હાલ દિલ્હીની હવાની ગુણવત્તા હાલ ઘણી ખરાબ છે અને આવનારા દિવસોમાં તે […]

Top Stories India Trending
27335 fvqokskxtx 1508390029 દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ સ્તરે કથળી, લાખો લોકોના સવાસ્થ્ય જોખમમાં

દિલ્લીમાં હવાના પ્રદુષણનો વધતો જતો વેગ અટકવાનું નામ જ નથી લઇ રહી. શનિવારે સવારે નેશનલ કેપિટલની એર ક્વોલીટી ઘણી ખરાબ નોંધાઈ છે. એવું પણ લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આના કરતા પણ ખરાબ હવાની ગુણવત્તા નોંધાઈ શકે છે.

Related image

SAFARએ કહ્યું હતું કે હાલ દિલ્હીની હવાની ગુણવત્તા હાલ ઘણી ખરાબ છે અને આવનારા દિવસોમાં તે આના કરતા પણ વધારે ખરાબ થઇ શકે છે.

હાલ હવાની ગતિ ઘણી ઓછી છે જે હવાના પ્રદુષણ કણને એક જગ્યાએ સ્થિર થઇ જવામાં મદદ કરે છે.

સવારે ૮ : ૧૫ વાગ્યે એર ક્વોલીટી ઇન્ડેક્સ પ્રમાણે દિલ્લીના વિવિધ વિસ્તારમાં આંકડા નોંધવામાં આવ્યા હતા. જેમાં ધીરપુરમાં ૩૩૫, મથુરા રોડ બાજુ ૩૬૩, પીતામપુરા એરપોર્ટના ત્રીજા ટર્મિનલ અને દિલ્હી યુનીવર્સીટીએ ૩૭૯ અને ૩૫૭ આંકડો રહ્યો હતો.

Image result for delhi air quality

દિલ્હીના રહેવાસી આંનદ શર્માએ જણાવ્યું હતું કે દિલ્હીની ખરાબ થઇ રહેલી એર ક્વોલીટી માત્ર શ્વસન ક્રિયા જ નહી પરંતુ પાચન ક્રિયાને પણ અસર કરે છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ કોઈ પ્રથમ વખત નથી થયું કે દિલ્હીની હવાની ગુણવત્તા આટલી ખરાબ થઇ હોય. છેલ્લા ૫ વર્ષથી હું આટલું જ પ્રદુષણ અહિયા જોતો આવ્યો છુ.

Image result for delhi air quality

દિલ્હીમાં શિયાળાની સીઝન દરમ્યાન હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં ખેતરોમાં જે કચરો સળગાવામાં આવે છે તેનો ધુમાડો દિલ્હીમાં હવાની ગુણવત્તાને ઝેરી કરી દે છે. છેલ્લા ઘણા દિવસથી દિલ્લીની હવાની ગુણવત્તા ખરાબ થાય છે. દિલ્હીમાં કેટલીક ખાનગી કંપનીએ શુદ્ધ હવાનું વેંચાણ પણ ચાલુ કરી દીધું છે.

એક રીપોર્ટમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં કીધું છે કે વર્ષ ૨૦૧૬માં દિલ્લીમાં આશરે ૧૫ હજાર લોકો હવાના પ્રદુષણના લીધે મૃત્યુ પામ્યા છે.

Related image

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાંથી સૌથી ઝેરી હવાને લીધે થયેલા મોતમાં દિલ્લી ત્રીજા નંબર પર છે.

ભારતમાં દિલ્લી બાદ સૌથી વધારે મૃત્યુમાં મુંબઈનો નંબર આવે છે. મુંબઈમાં વર્ષ ૨૦૧૬માં ૧૦,૫૦૦ લોકોના મૃત્યુ થયા છે તો બીજી તરફ ચેન્નાઈ અને બેંગ્લોરમાં ૫૦૦૦ લોકોના મોત થયા છે.