Not Set/ કોરોના કેસોમાં વધારો અને બેંકિંગ શેરોમાં વેચવાલીને પગલે શેરબજારમાં 850 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સ 50 હજારની અંદર

સપ્તાહના પ્રથમ સેશનમાં માર્કેટમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 850થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે 50 હજારની અંદર આવી ગયો છે. સેન્સેક્સમાં હાલ 49928.87ની સપાટી જોવા મળી રહી છે. જ્યારે નિફ્ટીમાં 235 પોઇન્ટના કડાકા સાથે 14792.40ની સપાટી જોવા મળી રહી છે. આ અગાઉ 2 માર્ચે સેન્સેક્સ 49,807.12ની સપાટીએ હતો. જો ઇન્ડેક્સ પર નજર કરીએ […]

Top Stories Business
img market crash કોરોના કેસોમાં વધારો અને બેંકિંગ શેરોમાં વેચવાલીને પગલે શેરબજારમાં 850 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સ 50 હજારની અંદર

સપ્તાહના પ્રથમ સેશનમાં માર્કેટમાં ચોતરફી વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 850થી વધુ પોઇન્ટના ઘટાડા સાથે 50 હજારની અંદર આવી ગયો છે. સેન્સેક્સમાં હાલ 49928.87ની સપાટી જોવા મળી રહી છે. જ્યારે નિફ્ટીમાં 235 પોઇન્ટના કડાકા સાથે 14792.40ની સપાટી જોવા મળી રહી છે. આ અગાઉ 2 માર્ચે સેન્સેક્સ 49,807.12ની સપાટીએ હતો.

જો ઇન્ડેક્સ પર નજર કરીએ તો એક્સિસ બેન્ક, બજાજ ફાઇનાન્સ અને બજાજ ફિનસર્વના શેરોમાં 3-3%થી વધુનો ઘટાડો છે. જ્યારે પાવર ગ્રિડનો શેર સૌથી વધુ 2%નો ઘટાડો દર્શાવી રહ્યો છે. માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે ટ્રેન્ડ ક્લિયર નથી. આ ઊંટ કઇ બાજુ કરવટ લેશે તે કહી શકાય નહીં.

846803 sensexplunges re કોરોના કેસોમાં વધારો અને બેંકિંગ શેરોમાં વેચવાલીને પગલે શેરબજારમાં 850 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સ 50 હજારની અંદર

માર્કેટમાં ઘટાડાના કારણો

ભારત સહિત અમેરિકામાં બૉન્ડ યીલ્ડ વધવાથી ઇક્વિટીઝ પર વેચવાલીનું દબાણ વધ્યુ છે. ભારતમાં હાલ 10 વર્ષની બોન્ડની યીલ્ડ 6.20% અને અમેરિકામાં 1.64% છે. આ ઉપરાંત મોંઘવારી વધવાની આશંકા, ભારત સહિત દુનિયાભરમાં કોરોનાના કેસમાં વધારો, આઇઆઇપી ગ્રોથમાં ઘટાડાના કારણે માર્કેટમાં વેચવાલી જોવા મળી રહી છે. ચીન, કોરિયા, જાપાન સહિત આંતરરાષ્ટ્રીય બજારોના ટ્રેન્ડ પણ નેગેટિવ છે જેની અસર ભારતીય શેરબજારો પર જોવા મળી રહી છે.