Hamas Israel War/ ઇઝરાયેલના હમાસ સાથેના જંગમાં હિઝબુલ્લા પછી ખુલ્યો ચોથો મોરચો

ઇઝરાયેલનો હમાસ સાથે ગાઝાપટ્ટીમાં જંગ ચાલી રહ્યો છે. તેને લેબનોનના હિઝબુલ્લાહનું તો સમર્થન છે જ. હવે છેલ્લા 26 દિવસથી ચાલતા જંગમાં ચોથા પક્ષકારે પણ એન્ટ્રી કરી છે. આ હુમલાખોરો છે યમનના હુથી બળવાખોરો.

Top Stories World
Israel Hamaswar ઇઝરાયેલના હમાસ સાથેના જંગમાં હિઝબુલ્લા પછી ખુલ્યો ચોથો મોરચો

દુબઈઃ ઇઝરાયેલનો હમાસ સાથે ગાઝાપટ્ટીમાં જંગ ચાલી રહ્યો છે. તેને લેબનોનના હિઝબુલ્લાહનું તો સમર્થન છે જ. હવે છેલ્લા 26 દિવસથી ચાલતા જંગમાં ચોથા પક્ષકારે પણ એન્ટ્રી કરી છે. આ હુમલાખોરો છે યમનના હુથી બળવાખોરો. તેઓએ મંગળવારે ઇઝરાયેલ પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કર્યો. તેના હુમલાથી મધ્યપૂર્વનું સંકટ વધારે વણસ્યું છે.

જો કે ઇઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું છે કે તેના સુરક્ષા દળોએ એરો એરડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને બળવાખોરોની મિસાઇલ ધ્વસ્ત કરી દીધી છે. આ જંગમાં ઇઝરાયેલે પહેલી વખત એરો ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આમ હુથી બળવાખોરોએ પોતાના સત્તા કેન્દ્રથી એક હજાર માઇલ દૂર ચાલતા ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં તેની હાજરી નોંધાવી બધાને ચોંકાવી દીધા છે. ઇરાન સમર્થિત આ જૂથ સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કરીને પેલેસ્ટાઇન એટલે કે સમાસને સમર્થન આપી રહ્યું છે. આના લીધે આ યુદ્ધમાં નવો મોરચો ખૂલી ગયો છે. હુથી બળવાખોરો યમનમાં સાઉદીના જોડાણવાળી સરકારી સેના સામે આઠ વર્ષથી યુદ્ધ કરી રહ્યા છે.

હુથી બળવાખોરોની હાજરીના લીધે સાઉદી અરેબિયા ભડકી ગયું છે. તેના લીધે તનાવ વધી ગયો છે. ઇઝરાયેલ ગાઝાપટ્ટીમાં હમાસને ખતમ કરવા માંગે છે. જ્યારે બળવાખોરો હમાસને સાથ આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે ઇઝરાયેલનો હમાસ પર હુમલો થયા પછી હુથીનો આ ઇઝરાયેલ પર ત્રીજો હુમલો હતો. તેના લીધે ઇજિપ્તમાં વિસ્ફોટ થયા હતા. આ પહેલા 19 ઓક્ટોબરે પણ અમેરિકાના નૌકાદળે ત્રણ ક્રુઝ મિસાઇલને ધ્વસ્ત કરી દીધી હતી. હુથી બળવાખોરોનો નારો છે અમેરિકા ખતમ, ઇઝરાયેલ ખતમ અને ઇસ્લામનો વિજય.

હુથી બળવાખોરો ઇઝરાયેલ અને અમેરિકાના વિરોધી છે. તેઓ સાત ઓક્ટોબરથી પૂરેપૂરા ક્ષેત્રમાં હુમલા કરી રહ્યા છે. આ ઉપરાંત ઇરાન સમર્થિત ઇરાકી આતંકવાદીઓ સીરિયા અને ઇરાકમાં અમેરિકાના ઠેકાણાઓ પર હુમલા કરી રહ્યા છે. જ્યારે લેબનોનનું હીઝબુલ્લાહ લેબનોન-ઇઝરાયેલ સરહદ પર ઇઝરાયેલી સુરક્ષા દળો પર હુમલા કરી રહ્યું છે.

હુથી બળવાખોરોએ યમન યુદ્ધ દરમિયાન સાઉદી અરેબિયા અને યુએસએ પરના હુમલામાં પોતાની મિસાઇલ અને ડ્રોન ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતું. સાઉદીના નેતૃત્વવાળુ જોડાણ ઇરાન પર હુથીને શસ્ત્રો આપવા, તાલીમ આપવાનો આરોપ મૂકી રહ્યુ છે. જ્યારે આ જૂથનો દાવો છે કે તેના પર ઇરાન સહિત કોઈની છત્રછાયા નથી. તેના શસ્ત્રો તેણે જાતે વિકસાવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 ઇઝરાયેલના હમાસ સાથેના જંગમાં હિઝબુલ્લા પછી ખુલ્યો ચોથો મોરચો


આ પણ વાંચોઃ દિલ્હી પ્રવાસે મુખ્યમંત્રી/ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા દિલ્હી

આ પણ વાંચોઃ Maratha Reservation Movement/ મરાઠા અનામત આંદોલનની અસર ગુજરાતને! ST સેવા ઠપ

આ પણ વાંચોઃ Supremecourt/ આજે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ કેસની સુનાવણી મામલે લેવામાં આવી શકે મહત્વનો નિર્ણય