Not Set/ વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનારા બેટ્સમેન હવે છે કેપ્ટન કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન કોહલીએ એક નવો રેકોર્ડ પોતાનાં નામે સેટ કરી દીધો છે. 29 વર્ષીય ક્રિકેટર કોહલી વન ડે ઇન્ટરનેશનલનાં ઇતિહાસમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનારા બેટ્સમેન બની ગયાં છે. કોહલી સચિન તેંદુલકરનાં રેકોર્ડને તોડીને પહેલાં સ્થાને આવી ગયાં છે. સચિન તેંદુલકરે પોતાનાં 10,000 ODI રન 2001માં પુરા કર્યા હતા. આ માઈલસ્ટોન પર સચિન […]

Top Stories India Trending
ViratKohlikk88kk વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનારા બેટ્સમેન હવે છે કેપ્ટન કોહલી

ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન કોહલીએ એક નવો રેકોર્ડ પોતાનાં નામે સેટ કરી દીધો છે. 29 વર્ષીય ક્રિકેટર કોહલી વન ડે ઇન્ટરનેશનલનાં ઇતિહાસમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનારા બેટ્સમેન બની ગયાં છે. કોહલી સચિન તેંદુલકરનાં રેકોર્ડને તોડીને પહેલાં સ્થાને આવી ગયાં છે.

સચિન તેંદુલકરે પોતાનાં 10,000 ODI રન 2001માં પુરા કર્યા હતા. આ માઈલસ્ટોન પર સચિન 27 વર્ષની ઉમરે 259 ઈનીંગ્સમાં ઇન્દોરમાં 31 માર્ચ,2001નાં રોજ ઓસ્ટ્રેલીયા સામેના ODI મેચમાં પહોચ્યાં હતા. જયારે કોહલીએ 205 ઈનીંગ્સમાં જ આ માઈલસ્ટોન અચીવ કરી લીધી છે.

આ રેકોર્ડ સાથે જ કોહલી પાંચમાં ભારતીય બેટ્સમેન અને ઓવર ઓલ 13માં બેટ્સમેન બની ગયાં છે જેને 10,000 ODI રન પુરા કર્યા હોય. કોહલીએ આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ODI મેચમાં બનાવ્યો હતો.

વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી 10,000 રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં સૌરવ ગાંગુલી 263 ઈનીંગ્સ સાથે ત્રીજા સ્થાને છે જયારે કુલ મહેન્દ્રસિંહ ધોની 273 ઈનીંગ્સ સાથે પાંચમાં સ્થાને છે.