અમદાવાદ/ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મામલે હાલ મોટા સમાચાર સામે અવાય છે. આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર થયા છે.

Top Stories Ahmedabad
YouTube Thumbnail 2023 11 01T131043.138 ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન
  • અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ
  • નબીરા તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન
  • હાઇકોર્ટે પ્રજ્ઞેશ પટેલના શરતી જામીન મંજુર કર્યા
  • ગુજરાત નહિ છોડવાની શરતે હાઇકોર્ટે આપ્યા જામીન

Ahmedabad News: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસનો મામલે હાલ મોટા સમાચાર સામે અવાય છે. આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન મંજૂર થયા છે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મંગેશ મંગદેવે જામીન આપ્યા.  અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે આજે જામીન આપ્યા છે. અગાઉ કેન્સરની સારવાર માટે સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી પણ જામીન માગ્યા હતા જે બાદ પ્રજ્ઞેશ પટેલને ગુજરાત હાઇકોર્ટે આજે જામીન આપ્યા છે.

અમદાવાદના ઈસ્કોન ઓવરબ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને આખરે જામીન મળ્યા છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલે કોર્ટમાં હંગામી જામીન અરજી કરી હતી. જેને ગુજરાત હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી. ગ્રામ્ય કોર્ટના ઓર્ડર છતાં તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તેથી કોર્ટે હંગામી જામીન અરજી ફગાવી હતી. જો કે હવે તેની જામીન અરજી મંજુર કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માતના બનાવ બાદ પ્રજ્ઞેશ પટેલ તેના પુત્ર તથ્ય પટેલને પોલીસ સમક્ષ હાજર કરવાને બદલે અન્ય સલામત સ્થળે લઇ ગયો હતો. તથ્યકાંડ કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલ દ્વારા કરાયેલી જામીન અરજીનો અગાઉ રાજ્ય સરકાર દ્વાર જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે ચોંકાવનારો ખુલાસો કર્યો કે, તથ્યના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલે પોતના પુત્રના ગુનાઓ દબાવી દર વખતે તેને ખોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને પરિણામ એ આવ્યું કે, પુત્ર તથ્યને આવા અકસ્માતના ગુના કરવાની ટેવ પડી ગઈ, જેમાં ઈસ્કોન બ્રીજ અકસ્માત કેસમાં આખરે 9 નિર્દોષ નાગરિકોનો તથ્ય પટેલ દ્વારા ભોગ લેવાયો.


whatsapp ad White Font big size 2 4 ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલને મળ્યા જામીન


આ પણ વાંચો:રાધનપુર-ભાભર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ટ્રેલર અને કાર અથડાતા 4 લોકોના મોત

આ પણ વાંચો:ચલથાણ નહેરમાં ડૂબેલો મજૂર 12 કલાક બાદ જીવતો બહાર નીકળ્યો

આ પણ વાંચો:સુરતમાં ધોળા દિવસે જાહેરમાં પ્રેમિકા પર ચપ્પુ વડે હુમલો કરનાર પ્રેમી કિમથી ઝડપાયો

આ પણ વાંચો:સુરતમાં ચંદી પડવા પહેલા ફૂડ વિભાગ એક્શનમાં, ઘારી બનાવતા વેપારીઓની કરાઈ તાપસ