પલસાણા/ ચલથાણ નહેરમાં ડૂબેલો મજૂર 12 કલાક બાદ જીવતો બહાર નીકળ્યો

રાજુ નામનો મજૂર નહેરમાં સળિયો અને પુલનો બીમ પકડીને આખી રાત બેસી રહ્યો હતો.

Gujarat Others
YouTube Thumbnail 2023 10 26T182012.856 ચલથાણ નહેરમાં ડૂબેલો મજૂર 12 કલાક બાદ જીવતો બહાર નીકળ્યો

@અક્ષય મકવાણા

પલસાણાથી મજૂરી કામ કરીને મોટરસાયકલ લઈને નીકળેલા બે મજૂરો પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ભરાવી નીકળ્યા હતા તે દરમિયાન હાઇવે પરથી આવી રહેલ ટ્રકની લાઈટથી આંખ અંજાય જતા બનેં મોટરચાલક સવારો ચલથાણ નહેરમાં ખબકયા હતા અને તેમાંથી એક મજૂર નહેરમાં તરીને બહાર નીકળ્યો હતો અને અન્ય એક મજૂર નહેરમાં જ અંદર આખી રાત બેસીને સવારે બહાર નીકળ્યો હતો

મળતી માહિતી અનુસાર પલસાણાના કડોદરા ખાતે શાંતિનગરમાં રહેતા રાજુ પ્રેમાભાઈ બાબર ( ઉ.વ 30 ) અને પ્રદીપ કતીજા ( ઉ.વ 32 ) નાઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તે દરમિયાન તેઓ પલસાણા ચોકડી નજીક બાંધકામમાં મજૂર તરીકે મજૂરી કામ અર્થે જતા હતા. ગતરોજ બુધવારના રોજ તેઓ પોતાની મોટર સાયકલ નંબર GJ-19-AB-2822 લઈને પલસાણા ખાતેથી 7 વાગ્યે નીકળીને કડોદરા ખાતે આવવા નીકળ્યા હતા તે દરમિયાન મોટરસાયકલમાં પેટ્રોલ પૂરું થઈ જતા તેઓ કરણ ગામની સીમમાં રોંગ સાઈડમાં આવેલ પેટ્રોલપંપે પેટ્રોલ પુરાવવા ગયા હતા અને ત્યાંથી રોંગ સાઈડ ચલથાણ કટ પાસે આવવા નીકળ્યા હતા ત્યારે જ સામેથી આવતી ટ્રકની લાઈટ મોટરસાયકલ ચાલકની આંખમાં પડતા આંખ અંજાઈ જતા બન્ને મજૂરો નહેરમાં ખબકયા હતા.

જેમાં પ્રદીપ નહેરમાં તરીને બહાર નીકળ્યો હતો  પરંતુ રાજુ નહેરમાંથી બહાર નહિ નીકળતા સ્થાનિકોનું ટોળું એકઠું થતા કડોદરા પોલીસને જાણ કરતા પોલીસ મથકના પી.આઈ. જે.ડી વાઘેલા તેમજ પી.એસ.આઈ જે.ડી મીર અને હે.કો. દીપકભાઈ વામનભાઈ નાઓ સ્થળ પર પહોંચીને ફાયર વિભાગને જાણ કરી હતી. જે ઘટનાની જાણ ફાયરને થતા બારડોલી અને પલસાણા ફાયર વિભાગની ટિમ ઘટના સ્થળે પહોંચીને આખી રાત રાજુની શોધખોળ કરી હતી પરંતુ પાણીનો ફોર્સ વધારે હોવાથી ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી જોકે સવાર પડતા 10 વાગ્યાના અરસામાં રાજુ અચાનક જ બહાર નીકળ્યો હતો અને પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે પાણીનો ફોર્સ વધુ હોવાથી નહેરના પુલ નીચે સળિયો અને બીમ પકડીને આખી રાત બેસી રહ્યો જે મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.

નહેરમાં ડૂબેલો મજૂરે નહેરમાં જ આખી રાત પાણીમાં કાઢી

નહેરમાં ડૂબેલા બે મજૂરો માંથી એક મજૂર પાણી માંથી બહાર નીકળી ગયો હતો પરંતુ રાજુ નામનો મજૂર પાણીમાં તણાયો હતો પરંતુ તે નહેરના પુલ નીચે તેના હાથમાં સળિયો આવી જતા તેને પકડી રાખી અને બીમ ઉપર બેસી ગયેલ હતો પાણીનો ફોર્સ વધુ હોવાથી બહાર નીકળી શક્યો ન હતો તેથી આખી રાત પાણીમાં જ બેસી રહ્યો હતો અને પોલીસે પાણીનો ફોર્સ ઓછો કરાવતા રાજુ આપ મેળે જ પાણીમાં તરીને બહાર નીકળતા પોલીસ સહિત સૌ કોઈ આશ્ચર્ય ચકિત થયા હતા.


whatsapp ad White Font big size 2 4 ચલથાણ નહેરમાં ડૂબેલો મજૂર 12 કલાક બાદ જીવતો બહાર નીકળ્યો


આ પણ વાંચો:જેતપુરમાં ટેન્કર નીચે બે વર્ષનો બાળક આવી જતા મોત

આ પણ વાંચો:100 કરોડનોનું ફૂલેકું ફેરવી અમેરિકા ભાગી ગયો સુરતનો વિજય માલિયા, થયા અનેક ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો:સુરતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો, 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી

આ પણ વાંચો:દ્વારકામાં યોજાશે આહીર સમાજનો રાસોત્સવ, 37 હજાર મહિલાઓ રચશે વર્લ્ડ રેકોર્ડ